Charotar Sandesh
ગુજરાત

સુરતમાં ચૂંટણી પહેલા જ જિલ્લા અને તાલુકા પંચાયતની ૧૦ બેઠકમાં ભાજપની જીત…

સુરત : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારીપત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે જિલ્લા અને તાલુકા પંચાયતોની ૧૦ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. જેથી ભાજપમાં ખુશીનો માહોલ છવાયો છે. અત્યાર સુધીમાં ઘણી બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર થયું છે. ઓલપાડ તાલુકામાં સૌથી વધુ ૫ તાલુકા પંચાયત બેઠકો અને એક જિલ્લા પંચાયત બેઠક બિનહરીફ થઈ હતી.
ઓલપાડ તાલુકા પંચાયતની પિંજરત બેઠક પર કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષ ઉમેદવારી નોંધાવી નહીં શકતા પહેલાથી જ ભાજપના ઉમેદવાર નિમિષા રજનીકાંત પટેલ બિનહરીફ જાહેર થયાં હતાં, જ્યારે ઓલપાડ-૧ બેઠક પર જ્યોત્સના રજનીકાંત પટેલ, અરિયાણા બેઠક પર પ્રિયંકા નિકુંજ પટેલ, દાંડી બેઠક પર જયેશ મહાદેવ પટેલ અને કદરામા બેઠક પર જશુ વસાવાના હરીફ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા બિનહરીફ જાહેર થયાં હતાં. બીજી તરફ ચોર્યાસી તાલુકા પંચાયતની કવાસ બેઠક પર ભાજપના આસ્તિક બાબુ પટેલ અને હજીરા ૧ બેઠક પર સતીશ ભગુ પટેલ બિનહરીફ જાહેર થયા છે. બારડોલી તાલુકા પંચાયતમાં પણ ચૂંટણી લડ્યા વગર ભાજપના ફાળે એક બેઠક ગઈ હતી.
ખોજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારીપત્ર પરત ખેંચતા વૈશાલી જીગ્નેશ પટેલ બિનહરીફ થયા હતા. જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો સુરત જિલ્લા પંચાયતની ઓલપાડ તાલુકાની પીંજરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જાગુ રાઠોડનું ફોર્મ રદ્દ થતાં ભાજપના મોના નિમેશ રાઠોડ બિનહરીફ વિજેતા થયા હતા. આ ઉપરાંત કામરેજ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રેખા વસાવાએ મંગળવારના રોજ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર સુમન રાઠોડ બિનહરીફ વિજેતા થયા હતા.

Related posts

બ્રેકિંગ : રાજ્યના રસ્તાઓના રિસરફેસીંગ માટે રૂ. ૫૦૮.૬૪ કરોડની ફાળવણી કરાઈ

Charotar Sandesh

ધોરણ-૧૦નું પરિણામ ૨૪મી જૂન સુધી જાહેર થવાની સંભાવના…

Charotar Sandesh

ગુજરાતમાં લક્ઝુરિયસ કારના વેચાણમાં સૌથી વધારે મર્સિડીઝ કારની પસંદગી

Charotar Sandesh