Charotar Sandesh
ગુજરાત

સુરતમાં ૫૦૦ કરોડથી વધુના કામોનું મુખ્યમંત્રી રૂપાણીએ લોકાર્પણ કર્યું…

૩ ઇલેક્ટ્રિક બસને રૂપાણીએ લીલીઝંડી આપી, પાલિકાના ૪૩૧.૩૨ કરોડ અને સુડાના ૮૨.૮૩ કરોડના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ…

સુરત : મુખ્યમંત્રી વિજય રૂપાણી પાલ સ્થિત સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે પાલિકાના ૪૩૧ કરોડ અને સુડાના ૮૨.૮૩ કરોડ મળી કુલ ૫૧૪.૧૫ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે. શહેરના બાંધકામ શ્રમિકોને પરિવહન માટે વાર્ષિક ધોરણે બસ પાસ અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રી રૂપાણીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ઉભરાટના ૨૧૭ કરોડના બ્રિજને સરકારે મંજૂરી આપી છે.માવઠાથી ખેડૂતોને થયેલા નૂકસાનીનો સર્વે કરીને વહેલી તકે વળતર આપવામાં આવશે. વિકાસની હરણફાળમાં સતત અગ્રેસર તથા શહેરના સમતોલ વિકાસથી પ્રજાભિમુખ પ્રકલ્પોને આગળ ધપાવતી સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછા અને રાંદેર ઝોનમાં સાકારિત સુમન હાઈસ્કૂલ, વાંચનાલય, ઈ-બસની સુવિધા અને વર્કિંગ વુમન હોસ્ટેલ સહિતના વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ૪૩૧.૩૨ કરોડના ખર્ચે શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં એનઆરસીપી યોજના અંતર્ગતના કામો, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઈડબલ્યુએસના આવાસો, લિંબાયત-ડીંડોલી વિસ્તારને જોડતો રેલવે અંડરપાસ તથા નગર પ્રાથમિક શાળા, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ઓવરહેડ ટાંકી, આંગણવાડી, કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત થયું હતું. જ્યારે સુરત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ઁસ્ આવાસ યોજના અંતર્ગત સાકારિત થનાર આવાસો, ખાડી પુલ તથા રોડ વિગેરેના અંદાજિત ૮૨.૮૩ કરોડના ખર્ચના વિવિધ પ્રકલ્પોની તકતીઓની અનાવરણવિધિ યોજાઈ હતી. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ગ્રોસ કોસ્ટ કોન્ટ્રાકટ મોડલથી ૧૫૦ ઈલેકટ્રીક બસ લોકાર્પિત કરાઈ હતી. જ્યારે ૩ બસને લીલીઝંડી આપવામાં આવી હતી. રાજ્ય સરકારના મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા બાંધકામ શ્રમિક પરિવહન યોજના હેઠળ સુરત શહેરના બાંધકામ શ્રમિકોને પરિવહન માટે વાર્ષિક ધોરણે બસ પાસ અર્પણ કરવામાં આવ્યા હતા.
વધુમાં મુખ્યમંત્રી દ્વારા જૂન-૨૦૧૮થી ડિસેમ્બર-૨૦૨૦ દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા કરાયેલા વિવિધ વિકાસકાર્યોની માહિતી દર્શાવતી “વિકાસયાત્રા” પુસ્તિકાનું વિમોચન પણ કર્યું હતું. દિલ્હીમાં ચાલતાં ખેડૂત આંદોલન અંગે વિજયભાઈએ ઉમેર્યું હતું કે, દિલ્હીમાં ચાલતું ખેડૂતોનું આંદોલનમાં હવે ખેડૂતો રહ્યાં નથી. માત્ર રાજકારણ પ્રેરિત છે. રાજકીય રોટલા શેકવા માટે થઈને ખેડૂતોના નામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રસી મુદ્દે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ભારતની જનતાને ખૂબ ઝડપથી રસી આપવામાં આવશે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ચાર તબક્કામાં રસીનું કરવામાં આવશે.વિતરણ કેન્દ્ર સરકાર રસીને લઇને કરી રહી છે. ભારતની જનતાને ઝડપથી રસી મળે તે માટે વડાપ્રધાન કાર્યરત છે.

Related posts

રાજ્યના ૨૦૬ ડેમોમાં અત્યાર સુધીમાં ૪૮.૯૪ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયો…

Charotar Sandesh

બે મહિનામાં ગુજરાતના સીએમ બદલાશે ઃ રાજીવ સાતવ

Charotar Sandesh

ગુગલના વિશ્વના ટોપ-૫૦ લોકલ ગાઈડમાં બે ગુજરાતીએ મેળવ્યું સ્થાન…

Charotar Sandesh