સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લાના લખતર તાલુકાના ઝમર ગામ ખાતે જરૂરિયાતમંદ પરિવારોને અનાજ, કઠોળ, તેલ, ગોળ વગેરેની કિટ બનાવી જરૂરિયાતમંદ ગ્રામજનોને ગામના જ સેવાભાવી એવા શ્રી દેવેન્દ્રસિંહજી રાણા (નિવૃત પી.આઈ.), કરણસિંહજી રાણા, વિશ્વરાજસિંહ રાણા, પૂર્વરાજસિંહ રાણા અને ધર્મરાજસિંહ રાણા દ્વારા વિતરણ કરવામા આવ્યુ હતુ.
હાલ કોરોના નામના વાઇરસથી સમગ્ર વિશ્વમા હાહાકાર છે, ત્યારે જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરવા વારા આ ક્ષત્રિય પરિવારે મુશ્કેલીના સમયમા પોતાનો ક્ષત્રિય ધર્મ નિભાવ્યો છે. 80 ઉપરાંત પરિવારો ને 15 દિવસ ચાલે એટલું રેશન કીટ વિતરણ કરવામા આવ્યુ.
આ કામગિરીને સુરેન્દ્રનગર કલેકટર સાહેબ અને ડી.એસ.પી. સાહેબ દ્વારા પણ બિરદાવી છે.
- ભગીરથસિંહ રાણા, સુરેન્દ્રનગર