મુંબઈ : સુશાંતસિંહ રાજપૂત કેસમાં દરરોજ ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્રણ-ત્રણ તપાસ એજન્સીઓ કેસને હલ કરવાનો પ્રયાસ કરી રહી છે. દરમિયાન સુશાંતના પૂર્વ ફાર્મહાઉસ મેનેજર રઇસે મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી અને તેના પરિવારને લઇને મોટા મોટા દાવા કર્યા છે. રઇસે જણાવ્યું છે કે રિયા ચક્રવર્તી અમુક હદ સુધી સુશાંતને કંટ્રોલમાં લેવાની શરૂઆત કરી દીધી હતી. તેણે એ વાત પણ જાહેર કરી કે સેમ્યુઅલ મિરાન્ડા રિયાની વાત માનતો હતો. રઇસે કહ્યું કે રિયાનો પરિવાર સુશાંતના પૈસા પર ફાર્મહાઉસમાં પાર્ટી કરતો હતો. રઇસના કહેવા પ્રમાણે, સુશાંતે જ્યાં અંતિમ શ્વાસ લીધા એ ઘર સુશાંતને બિલકુલ ગમતુ ન હતુ.
આ મામલે સુશાંતે રિયા અને મેનેજર શ્રુતિ મોદી સાથે પણ ઝઘડો કર્યો હતો. શ્રુતિ રિયાના કહેવાતી જાસૂસી કરતી હતી. રિયા પૈસા પાણીની જેમ વહાવતી અને શ્રુતિ સુશાંતથી તે વાત છુપાવતી હતી. રઇસે ખુલાસો કર્યો કે રિયાનો ભાઈ શૌવિક નશામાં ધૂત રહેતો હતો. સુશાંત સિંહ રાજપૂત મામલામાં દિલ્હી એઇમ્સનાં ફોરેન્સિક નિષ્ણાતો આવતા અઠવાડિયે ઝ્રમ્ૈંને રિપોર્ટ સોંપશે. ગુરુવારે આની પુષ્ટિ કરતાં ફોરેન્સિક વિભાગના વડા ડો.સુધીર ગુપ્તાએ જણાવ્યું હતું કે કાનૂની તપાસને કારણે રિપોર્ટ જાહેર કરી શકાતો નથી. જો કે, એઇમ્સ આ ઘટના અંગે પોતાનો અભિપ્રાય નક્કી કર્યો છે. જે આવતા અઠવાડિયે સીબીઆઈ સાથે શેર કરવામાં આવશે.
તેમણે આશા વ્યક્ત કરી કે કોઈ શંકા વિના ફોરેન્સિક બોર્ડનો આ રિપોર્ટ સ્વીકાર્ય રહેશે. મીડિયા રિપોર્ટ અનુસાર સુશાંત સિંહ રાજપૂતના પાવના ફાર્મહાઉસ પરથી કેટલીક નોટ મળી છે. અભિનેતાએ આ નોટ એપ્રિલ ૨૦૧૮ સુધીમાં લખેલી છે. આ નોટમાં સુશાંત સિંહ રાજપૂતે તેની રોજબરોજની જીવનશૈલી અંગે લખતો રહેતો હતો. ૨૭ એપ્રિલની એક નોટમાં સુશાંતે લખ્યું છે કે તે રાત્રે અઢી વાગ્યે જાગતો, સુપરમેન ચા પીતો અને કોલ્ડ શાવર લેતો. રિપોર્ટ અનુસાર સુશાંત કોઇ જ્યોતિષની સલાહ લઇ રહ્યો હતો. સાથે સાથે તે સ્મોકીંગ છોડવા માંગતો હતો. ૨૮ એપ્રિલની એક નોટમાં ફિલ્મ કેદારનાથની સ્ક્રીપ્ટ વાંચવાની વાતનો ઉલ્લેખ કર્યો છે.