મુંબઈ પોલીસે હજી સુધી સુશાંતના લેપટોપ અને મોબાઈલની ફોરેન્સિક તપાસ પણ નથી કરી : ED
નવી દિલ્હી : સુશાંત સિંહ રાજપૂત કેસમાં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને ફટકો આપતા આ કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. મહારાષ્ટ્ર સરકાર સતત આ મામલામાં સીબીઆઈને તપાસનો વિરોધ કરી રહી હતી અને તેમનું કહેવું હતું કે આ મામલાની તપાસ મુંબઈ પોલીસની પાસે જ રહેવી જોઈએ.
સુશાંત સિંહ રાજપૂતના નિધનના મામલામાં પટનામાં નોંધાયેલો કેસ મુંબઈમાં ટ્રાન્સફર કરવા માટે અભિનેત્રી રિયા ચક્રવર્તીની અજી પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુપ્રીમ ચુકાદો સંભળાવ્યો છે. ચુદાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે આ મામલાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવશે. કોર્ટે પટનામાં નોંધાયેલ એફઆઈઆરને યોગ્ય ગણાવી છે.
બે રાજ્યો વચ્ચે ગુંચવાયેલા આ કેસ પર જસ્ટિસ હ્રષિકેશ રોયની બેંચે ચુકાદો સંભળાવ્યો હતો. જસ્ટિસ રોયે 11 ઓગસ્ટના રોજ આ અરજી પર સુનાવણી પૂર્ણ કરી હતી. નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ પોતાના મુંબઈ સ્થિત ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. ત્યારથી દરરોજ આ કેસ નવા નવા વળાંક આવી રહ્યા છે.