Charotar Sandesh
બોલિવૂડ

સુશાંત આત્મહત્યા કેસઃ જે કપડા વડે ફાંસો ખાધો તેનો એફએસએલ ટેસ્ટ થશે…

મુંબઇ : બોલીવૂડના યુવા સ્ટાર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં તપાસકર્તા દ્વારા અભિનેતાએ જે કપડા વડે ફાંસો ખાધો હતો તેનો એફએસએલ ટેસ્ટ કરાશે. સુશાંત સિંહે જે કપડા વડે પોતાના ઘરે છત પર ગળા ફાંસો ખાઈ લીધો હતો તેનો ‘ટેન્સાઈલ ટેસ્ટ’ (વજન વહન કરવાની ક્ષમતા) કરવામાં આવશે. આ કપડું સુશાંત સિંહનું વજન ઊંચકવા સક્ષમ હતું કે કેમ વગેરે બાબતોની ઝિણવટપૂર્વક તપાસ કરાશે તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.

૧૪ જૂને સુશાંત સિંહ રાજપૂતે પોતાના બાંદ્રા સ્થિત ઘરે સવારમાં છત પર કપડા વડે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. અભિનેતાએ છત પર લીલા રંગના કોટનના નાઈટ ગાઉન વડે ફાંસો ખાધો હોવાનું એક એફએસએલના અધિકારીએ જણાવ્યું હતું.

સુશાંત સિંહે આત્મહત્યા શા માટે કરી તેનું કારણ હજી સુધી પોલીસ જાણી શકી નથી. આ ઉપરાંત તેણે કોઈ સ્યુસાઈડ નોટ પણ છોડી નથી. પોલીસે અભિનેતાના વિસેરા અને બોડી ઉપરાંત ફાંસો ખાધો હતો તે લીલા રંગના ગાઉનને પણ કેમિકલ તેમજ ફોરેન્સિક પરીક્ષણ માટે કલિના સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી આપ્યું છે. આત્મહત્યા માટે વપરાયેલું કપડું અભિનેતાનું વજન ઊંચકી શકવાની ક્ષમતા ધરાવતું હતું કે કેમ તે સહિત વિવિધ તપાસ થશે અને તેનો રિપોર્ટ ત્રણ દિવસમાં પોલીસને મળશે.

Related posts

દીપિકા પાદુકોણને ઝટકો… હાઇકોર્ટે ‘છપાક’ પર પ્રતિબંધ લગાવ્યો…

Charotar Sandesh

સાઉથ સુપર સ્ટાર રજનીકાંતની તબિયત ખરાબ થતાં ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ

Charotar Sandesh

રિયા ચક્રવર્તીની જીમ પાર્ટનર રકુલપ્રીત સિંહે પૉકેટ મની માટે કર્યુ હતુ કામ…

Charotar Sandesh