મુંબઈ : સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા મામલામાં સતત આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે. હાલમાં જ મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરેની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ કેસમાં સડકછાપ રાજનીતિ થઈ રહી છે. પરંતું તે શાંતિ સાથે કામ કરી રહ્યા છે. તેણે એમ પણ જણાવ્યું હતું કે આ કેસ દ્વારા તેના અને તેના પરિવાર પર આંગળી ઉઠાવવામાં આવી રહી છે. હવે આ મામલામાં કંગનાએ આદિત્ય ઠાકરે ઉપર નિશાન સાધ્યું છે.
જ્યારે સુશાંતની જિંદગી ખતરા હોવાને લઈને ૨૫ ફેબ્રુઆરી મહિનામાં ફરિયાદ કરવામાં આવી તો મુંબઈ પોલીસે એક દિવસમાં જ આત્મહત્યા સાબિત કરવા માટે શું કામ પાછળ પડી છે ? ચોથો સવાલ – આપણી પાસે ફોરેંસિક એક્સપર્ટ અથવા તો સુશાંતના ફોન ડેટા કેમ નથી જેનાથી ખ્યાલ આવી શકે છે કે તેમનું મૃત્યુના પહેલા એક સપ્તાહ સુધી તેણે કોની કોની સાથે વાત કરી હતી ?
કંગનાની ડિઝિટલ ટીમે પોતાના છેલ્લા ટિ્વટમાં લખ્યું હતું કે આ સવાલોના રાજનીતિ સાથે કોઈ લેવાદેવા નથી. મહેરબાની કરીને આ સવાલોના જવાબ આપવા વિનંતી છે. જણાવી દઈએ કે આ પહેલા ભાજપ નેતા નારાયણ રાણે દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા નથી કરી પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. તેણે એમ પણ નિવેદન આપતા જણાવ્યુ હતું કે દિશા સાલિયાનની આત્મહત્યા નથી થઈ પરંતુ તેમનો રેપ કરીને પછી તેની હત્યા કરવામાં આવી છે. રાણેએ કહ્યુ હતું કે મુંબઈ પોલીસ આ મામલામાં આરોપીઓને બચાવવાની કોશિશ કરી રહી છે.