Charotar Sandesh
બોલિવૂડ

સૈફ અલી ખાનની વેબ સિરીઝનું ‘તાંડવ’ હવે ‘બાયકોટ અમેજોન’ સુધી પહોંચ્યો…

મુંબઈ : ઓટીટી પ્લેટફોર્મ પર વેબ સિરીઝ તાંડવનો વિરોધ સતત વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં, ભાજપના ધારાસભ્ય રામકદમ એમેઝોન સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ હવે એમેઝોનના બહિષ્કારની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે વિશ્વના તમામ ભારતીયો અને હિન્દુઓએ તાત્કાલિક ઈંએમેજોન ઉત્પાદનો ખરીદવાનું બંધ કરવું જોઈએ. ભાજપના નેતા રામકદમે પણ કંપનીની પ્રાઈમ વીડિયો એપને ડિલીટ કરવાની વિનંતી કરી છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક કેસ નોંધવામાં આવ્યો છે. લખનૌમાં સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા અને અલી ઝીશાન સ્ટારર વેબ સિરીઝ તાંડવ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, એમેઝોન પ્રાઈમની ઇન્ડિયાના હેડ અપર્ણા પુરોહિત અને વેબ સિરીઝના નિર્માતા, નિર્દેશક અને લેખક વિરુદ્ધ એફ્રઆઈઆર નોંધવામાં આવી છે.
હજરતગંજ કોટવાલીમાં ચાર લોકો વિરુદ્ધ થયેલી એફઆઈઆર માં ખાસ સમુદાય વિરુદ્ધ લાગણી ઉભી કરવા અને દેશના વડા પ્રધાન સામે અભદ્ર ચિત્રણ કરવાની વાત કહેવામાં આવી છે. અપર્ણા પુરોહિત, તાંડવ સિરીઝના દિગ્દર્શક અલી અબ્બાસ, નિર્માતા હિમાંશુ કૃષ્ણ મેહર, લેખક ગૌરવ સોલંકી વિરુદ્ધ આ કલમ ૧૫૩એ, ૨૯૫, ૫૦૫ (૧)(બી), ૫૦૫(૨), ૪૬૯, ૬૬, ૬૬ક, ૬૭ માં નોંધાયા છે. મુંબઇમાં આ મામલાને લઇને સતત નારાજ ધારાસભ્ય રામકદમે કહ્યું કે આવું ત્યાં સુધી યથાવત રહેશે જ્યાં સુધી તે હાથ જોડીને માફી માંગતા વિવાદ ઈંતાંડવ વેબ સીરીજને તેમના પોર્ટલ પરથી હટાવી ન દે.
ભાવનાઓને ઠેષ પહોંચાડવાને લઇને તેમણે આસ્થાની મજાક ઉડાવનારાઓને આકરી સજા આપવાની માંગ કરી, તેમણે કહ્યું કે હવે રાહ નહીં માત્ર જવાબ આપવામાં આવશે. થોડા દિવસ પહેલા ધારાસભ્ય રામ કદમ સૈફ અલી ખાનની તાંડવ સીરીજ માટે પોલીસ સ્ટેશન ગયા હતા અને આ મામલે એફઆઈઆર નોંધાવી હતી. રામકદમે કહ્યું કે તેમણે કંપની સામે ધરણાની જાહેરાત કરી હતી. રામકદમ તેમને કંપની સામે ચેતવણી આપશે જેથી હિન્દુઓ દેવી-દેવતાઓનું અપમાન કરે તેવા દ્રશ્યો બતાવવાની હિંમત ન કરે.

Related posts

હું ધોરણ-૧૦માં બૉયફ્રેન્ડ સાથે વાત કરતા પકડાઈ ગઈ હતીઃ કિયારા અડવાણી

Charotar Sandesh

અમૃતા રાવના દીકરા વીરની પહેલી તસવીર આવી સામે, ખડખડાટ હસતો જોવા મળ્યો…

Charotar Sandesh

એક્ટર ધર્મેન્દ્રની તબિયત અને હાલની સ્થિતિને લઈને ‘અપને-૨’નું શુટીંગ મોકુફ રખાઈ

Charotar Sandesh