મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર હંમેશા ચર્ચામાં છવાયેલી રહે છે. તાજેતરમાં જ નેપોટિઝમના કારણે તે સમાચારોમાં છવાયેલી રહી હતી. આ વખતે સોનમ કપૂર સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરવાને કારણે ચર્ચામાં છે. સોનમે ગુસ્સો વ્યક્ત કર્યો હતો જ્યારે તેની બહેન રિયાને ઇન્સ્ટાગ્રામ પર જાનથી મારી નાખવાની ધમકી મળી રહી હતી. ફરિયાદ કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આથી સોનમ વધારે ભડકી હતી. રિયા કપૂરને ઈન્સ્ટાગ્રામ પર જાનથી મારી નાખવાની ધમકી મળી રહી હતી. આ અંગે તેણે ઇન્સ્ટાગ્રામ પર ફરિયાદ કરી હતી અને કહ્યું કે
આવા લોકો પર ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. તે જ સમયે, ઇન્સ્ટાગ્રામે તેના જવાબમાં કહ્યું, કોઈ કમેન્ટ કરે અથવા કોઈ ભૂલ કરે તો તેની સામે ફરિયાદ કરો ઇન્સ્ટાગ્રામ એક વૈશ્વિક સમુદાય છે અહી લોકો પોતપોતાના અભિપ્રાય આપે છે. ઇન્સ્ટાગ્રામે તેના જવાબમાં આગળ લખ્યું છે કે, ‘અમે તમારા ફીડબેકનો ઉપયોગ બીજાના સારા અનુભવો માટે કરીશું. જો તમને કોઈથી તકલીફ હોય તો તેને અનફોલો કરી દો, બ્લોક કરી દો. ઇન્સ્ટાગ્રામના આ જવાબથી સોનમ ગુસ્સે થઈ ગઈ હતી.
બહેન રિયા કપૂરને સતત મળતી ધમકીઓની ટિપ્પણીઓ શેર કરતાં તેણે ઇન્સ્ટાગ્રામને ફટકાર લગાવી હતી. બીજી બાજુ, રિયાએ પણ ઈન્સ્ટાગ્રામ પર જવાબ આપ્યો અને કહ્યું, ‘ઇન્સ્ટાગ્રામ, ખરેખર? એકવાર કમેન્ટ જુઓ. આવુ ઘણી વાર બન્યું પછી જ મે ફરિયાદ કરી. મને ગુસ્સો એટલે આવે છે કે મને ધમકી આપનાર સામે કોઇ એક્શન લેવામાં આવતી નથી. સોશિયલ મીડિયા પર સોનમનો અને અને તેની બહેનનો આ જવાબ વાયરલ થઈ રહ્યો છે.