કોરોના વાયરસની બીજી લહેરમાં લોકો ઝડપથી તેનાથી પ્રભાવિત થઇ રહ્યા છે. ગયા વર્ષે કોરોના વાયરસની પહેલી લહેરના સમયે લોકડાઉન દરમ્યાન પ્રવાસી મજૂરોની મદદ કર્યા બાદ ચર્ચામાં આવેલા એકટર સોનુ સૂદ પણ કોરોના પોઝિટિવ થઇ ગયો છે. સોનુ એ શનિવારના રોજ ૧૭મી એપ્રિલના રોજ બપોરે સોશિયલ મીડિયા પર તેની માહિતી આપી છે.
સોનુ સૂદે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યું છે કે નમસ્કાર મિત્રો હું તમને સૂચિત કરવા માંગું છું કે કોવિડ-૧૯નો મારો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આથી હું ખુદને ક્વોરેન્ટીન કરી લીધો છે. ચિંતાની કોઇ વાત નથી ઉલટાનું હવે મારી પાસે પહેલાં કરતાં વધુ સમય હશે તમારી મુશ્કેલીઓને ઉકેલવાનો. યાદ રહે, કોઇ પણ તકલીફપહું હંમેશા તમારી સાથે છું.
બોલિવુડમાં છેલ્લાં કેટલાંક દિવસમાં કોરોના વાયરસથી સંક્રમણના કેસ ઝડપથી સામે આવ્યા છે. આપને જણાવી દઇએ કે સોનુ સૂદ પહેલાં અક્ષય કુમાર, ગોવિંદા, વિકી કૌશલ, આમિર ખાન, કેટરીના કૈફ, ભૂમિ પેડનેકર, આલિયા ભટ્ટ, સંજય લીલા ભણસાલી જેવા બોલિવુડ સેલેબ્સ કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે.