મુંબઈ : બોલિવૂડ એક્ટર સોનૂ સૂદ ફિલ્મોમાં ભલે વિલનનો રોલ અદા કરે પણ રિઅલ લાઇફમાં તે કોઇ સુપર હિરોથી કમ નથી. લોકડાઉન દરમિયાન તેણે તે પ્રવાસી મજૂરો માટે બસોની વ્યવસ્થા કરીને સકુશળ ઘરે પહોંચાડ્યાં જેઓ પગપાળા તેમનાં ઘરે જવાં નીકળી પડ્યાં હતાં. આજદિન સુધી તે જરૂરતમંદની મદદ કરી રરહ્યો છે.અને આ જ કારણે તે સોશિયલ મીડિયા પર તે છવાયેલો રહે છે. આ બધાની વચ્ચે હવે સોનૂ સૂદે બિહારનાં એક ખેડૂતની મદદ કરી છે. તેણે ખેડૂતને ભેંસ ખરીદી આપી છે. સોનૂએ આ ભેંસનો પોટો શેર કરી ટિ્વટમાં પોતાની ખુશી જાહેર કરી છે. સોનૂ સૂદને ટેગ કરીને ટિ્વટર પર એક અકાઉન્ટમાં લખવામાં આવ્યું હતું કે, ચંપારણનાં ભોલાએ પૂરમાં તેનાં દીકરા અને ભેંસ ગુમાવી દીધી.
આ ભેંસ તેની કમાણીનું સાધન હતી. એક દીકરાને ગુમાવવાનું દર્દ કોઇ દૂર ન કરી શકે. પણ સોનૂ સૂદ અને નીતિ ગોયલે તેને ભેંસ અપાવી. જેથી તે તેનાં જીવનનો ગુજારો કરી શખે. અને તેનાં બાળકોની દેખરેખ રાખી શકે.’ આ ટિ્વટમાં ભેંસની તસવીર પણ શેર કરવામાં આવી છે. આ પોસ્ટને રીટિ્વટ કરતાં સોનૂ સૂદે તેનાં એકાઉન્ટ પર લખ્યું છે કે, ’મે મારી પહેલી કાર ખરીદી હતી ત્યારે મને એટલી ખુશી નહોતી થઇ જેટલી આપનાં માટે ભેંસ ખરીદીને થઇ છે. જ્યારે હું બિહાર આવીશ તો આપની ભેંસનું તાજુ દૂધ પીશ.’ સોનૂ સૂદની આ પોસ્ટ પર લોકોએ તુંરત જ પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધુ હતું.
સોનૂ સૂદે તેનાં આ નેક કાર્યથી ફરી એક વખત બધાનું દિલ જીતી લીધુ છે. ગત દિવસોમાં સોનૂ સૂદ કપિલ શર્માનાં કોમેડી શોમાં જોવા મળ્યો હતો. આ દરમિનાય કપિલે સોનૂ સૂદની તે લોકો સાથે વાત કરાવી હતી જેની તેણે મદદ કરી છે. આ વાતચીત દરમિયાન સોનૂ માટે લોકોનો પ્રેમ અને ઇજ્જત સ્પષ્ટ નજર આવતી હતી. સોનૂનાં આ નેક કાર્ય બદલ તમામ લોકોએ સોનૂને દુઆઓ આપી છે અને આપતા રહેશે. કપિલ શર્માએ પણ તેનાં નેક કામ અંગે વાતો કરી તેનાં ભરપેટ વખાણ કર્યા હતાં.