શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં સોપોરમાં પોલીસે ૫૨ રાષ્ટ્રીય રાઈફલ્સ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)ની સાથે મળીને પોટક મુક્કમ અને ચન્નપોરા અથોરામાં કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જે હેઠળ લશ્કર-એ-તૈયબાના ચાર આતંકવાદી સહયોગીઓની ધરપકડ કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીર પોલીસે જાણકારી આપી છે કે હાલ તપાસ ચાલી રહી છે. અગાઉ રવિવારે શ્રીનગરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી જેમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરના જૂનિમાર વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણકારી મળ્યા બાદ સુરક્ષાદળોએ રવિવારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.