Charotar Sandesh
ગુજરાત

સ્કૂલમાં ૨૦માંથી ૨૦ ઈન્ટરનલ ગુણ અને બોર્ડની પરીક્ષામાં ફેઈલ : ઈન્ટરનલ માર્કસનું કૌભાંડ…!

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડની માર્ચ ૨૦૨૦ની ધો.૧૦ની પરીક્ષાના પરિણામના વિશ્લેષણાત્મક અભ્યાસ અને તપાસ બાદ બહાર આવ્યું છે કે રાજ્યની ૧૧૮૬ જેટલી સ્કૂલે વિદ્યાર્થીઓને ૨૦ માંથી ૨૦ ઈન્ટરનલ ગુણ આપી ખોટી રીતે પાસ કરી ઈન્ટરનલ માર્કસનું કૌભાંડ આચર્યુ છે. આ બાબતે ગુજરાત શિક્ષણ બોર્ડે તમામ ડીઈઓને પરિપત્ર કરીને પોતાના જિલ્લાની ખોટા માર્કસ આપનારી આ સ્કૂલોની રૂબરૂ સુનાવણી કરી કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. ગુજરાત શિક્ષણ બોર્ડના ૨૦૧૮ના નવા નિયમો મુજબ શૈક્ષણિક વર્ષ ૨૦૧૯થી ધો.૧૦માં ઈન્ટરનલ ગુણ ૩૦ને બદલે ૨૦ કરી દેવાયા છે અને જેમાં સ્કૂલે ૫ ગુણ પ્રથમ પરીક્ષા, ૫ ગુણ દ્રિતિય પરીક્ષા, ૫ ગુણ નોટબુક સબમિશન(ગૃહકાર્ય) તથા ૫ ગુણ પ્રાયોગિક કે પ્રોજેક્ટ કાર્યના ગણી કુલ ૨૦માંથી વિદ્યાર્થીનું આ ચારેય રીતે મુલ્યાંકન કર્યા બાદ મેળવેલ ગુણ બોર્ડને મોકલવાના હોય છે.

સ્કૂલે પ્રથમ પરીક્ષા ૫૦ માર્કસની અને બીજી પરીક્ષા ૫૦ માર્કસની લેવાની હોય છે. આમ સ્કૂલોએ લીધેલી પરીક્ષા બાદ વિદ્યાર્થીઓએ મેળવેલા માર્કસના આધારે ઈન્ટરનલ તૈયાર થાય છે પરંતુ ગુજરાત બોર્ડની તપાસ મુજબ રાજ્યની ૧૧૮૬ જેટલી સ્કૂલે ઈન્ટરનલ માર્કસ કૌભાંડ આચર્યુ છે. ધો.૧૦ની ૧૧૮૬ માધ્યમિક સ્કૂલે વિદ્યાર્થીઓને ખોટી રીતે ૨૦માંથી પુરા ૨૦ માર્કસ આપી દીધા છે. કોઈ પણ જાતના મુલ્યાંકન વગર પુરા ૨૦માંથી ૨૦ આપી બોર્ડને મોકલી દીધા છે.

બોર્ડની તપાસ મુજબ આ ૧૧૮૬ સ્કૂલોના ૧૨ હજારથી વધુ વિદ્યાર્થીઓ એવા છે કે જેઓને સ્કૂલે મોકલેલા ઈન્ટરનલ ગુણમાં તો ૨૦માંથી ૨૦ છે પરંતુ બોર્ડની પરીક્ષામાં તેઓ ફેઈલ થયા છે.એટલુ જ નહી ૧૨ હજાર વિદ્યાર્થીઓ ૮૦માંથી પુરા પાંચ માર્કસ પણ જે તે વિષયમાં મેળવી શક્યા નથી એટલે કે તેઓ સિદ્ધિ કે કૃપાગુણને પણ પાત્ર બન્યા નથી.

Related posts

અનેક ભાગોમાં ચોમાસાના વ૨સાદ જેવા ભા૨ે ઝાપટા : પાકને નુક્સાન…

Charotar Sandesh

કોંગ્રેસ હવે નેતા, નીતિ વિહોણી ડુબતી નાવ છે : સીએમ રૂપાણી

Charotar Sandesh

રાજ્યમાં જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ સાથે આવતીકાલે શિક્ષકોના ગાંધીનગર ખાતે ધરણા યોજાશે

Charotar Sandesh