Charotar Sandesh
દક્ષિણ ગુજરાત

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે લેસર શોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો…

લેસર શોનો સમય હવે રાત્રે ૮ વાગ્યાથી રાખવા નિર્ણય…

કેવડિયા : નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરીથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે. જો કે, પ્રોજેક્શન મેપિંગ શો (લેસર શો)ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી હવે રાત્રિના આઠ વાગ્યાથી લેસર શો શરૂ કરવામાં આવનાર છે. સાંજના સમયે લેસર શો અત્રે આવનાર પ્રવાસીઓ માટે આકર્ષણ પૈકીનું એક છે. સામાન્ય રીતે સાત વાગ્યે પ્રવાસીઓ માટે આ શો શરૂ કરવામાં આવે છે. પરંતુ ઉનાળાની ઋતુને ધ્યાનમાં લેતા અગાઉ આ સમય ૭.૩૦ વાગ્યાનો નિર્ધારિત કરવામાં આવ્યો હતો.
હજી મોસમમાં દિવસ લાંબો થતો જાય છે, જેના કારણે તાત્કાલિક અસરથી SOUADTGA દ્વારા લેસર શોનો સમય ૮ વાગ્યાથી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે લેસર શો માટેની લાઈટ દુનિયાની અત્યાધુનિક ટેક્નોલોજી ધરાવે છે. લેસર શોના સમયમાં એટલા માટે પણ ફેરફાર કરાયો છે કારણે કે, સંપૂર્ણ અંધારૂ હોય ત્યારે વધુ સારી રીતે જોઈ શકાય અને અહીં આવનાર પ્રવાસીઓને લાભ મળે.
કોરોનાની બીજી લહેરનું જોર ઘટતા કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓમાં માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે રવિવારના દિવસે પાંચ હજારથી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળ્યું હતું. પરંતુ હજુય પ્રવાસીઓ માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું ફરજિયાત છે. કારણ કે આ વર્ષે કોરોનાની બીજી લહેરમાં માર્ચ મહિના પછીના સમયગાળામાં કોરોનાના કેસો ખુબ જ વધતા એપ્રિલ માસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા તમામ પ્રવાસીઓના કોરોના ટેસ્ટ ફરજિયાત કરાયો હતો.

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી : ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરવા તમામ હોટલો અત્યારથી હાઉસફુલ…

Charotar Sandesh

સુરત હાઈ પ્રોફાઈલ એમડી ડ્રગ્સ કાંડઃ કોના પૈસાથી મંગાવાતું હતું ડ્રગ્સ, તપાસ ચાલુ

Charotar Sandesh

સુરત દુષ્કર્મ કેસમાં સૌથી ઝડપી ચુકાદો આપવામાં આવ્યો : આરોપીને આજીવનની સજા

Charotar Sandesh