Charotar Sandesh
ગુજરાત

સ્થાનિક સ્વરાજ ચૂંટણી : લોકો સુધી પહોંચવા કૉંગ્રેસ સોશિયલ મીડિયાના સહારે…

અમદાવાદ : ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સોશિયલ મીડિયાને મજબૂત કરવા માટે કૉંગ્રેસ પાર્ટીએ કવાયત હાથ ધરી છે. પ્રદેશ કાર્યાલય ખાતે પ્રમુખ અમિત ચાવડા, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, કૉંગ્રેસ સોશિયલ મીડિયા ચેરમેન રોહન ગુપ્તા સહિત આગેવાની એક મહત્ત્વની બેઠક મળી હતી. આ પ્રસંગે કૉંગ્રેસ સોશિયલ મીડિયા ચેરમેન રોહન ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, કૉંગ્રેસ પક્ષે સોશિયલ મીડિયા થકી ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચી ચૂંટણી ગજવવા અંગે રણનીતિ બનાવી છે. યુવા વર્ગને આકર્ષિત કરવા માટે કૉંગ્રેસ આ વખતે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરશે. સોશિયલ મીડિયા બેઠક દરમિયાન કૉંગ્રેસ નેતા રોહન ગુપ્તાએ કહ્યુ હતુ કે, ૨૦૧૫ અને ૨૦૧૭માં પણ સોશિયલ મીડિયાનો લાભ મળ્યો હતો. ૨૦૧૭ની ચૂંટણી વખતે ’કૉંગ્રેસ આવે છે’ કેમ્પેઇથી ભાજપ સોશિયલ મીડિયાથી ડરી ગયું હતું.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ હોય, તેની બી ટીમ, સી ટીમ હોય કે પછી કોઈ અન્ય ટીમ, પ્રજા કૉંગ્રેસને મોટા વિકલ્પ તરીકે જોઈ રહી છે. કૉંગ્રેસ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતમાં એક સાથે અનેક લોકો સુધી પહોંચે તેવું આયોજન કરવામાં આવ્યું છે. ’હેલ્લો’ અભિયાનનો સારો પ્રતિસાદ મળ્યો છે. આવનારા દિવસોમાં એની માહિતી પણ મીડિયા સમક્ષ લાવીશું. મહત્ત્વપૂર્ણ છે કે કૉંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભા ચૂંટણીમાં ’કૉંગ્રેસ આવે છે’ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ’વિકાસ ગાંડો થયો છે’ કેમ્પેઇન પણ શરૂ કરાયું હતું. એવી જ રીતે ૨૦૨૧ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કૉંગ્રેસે યુવા વર્ગને આકર્ષિત કરવા માટે ’હેલ્લો’ કેમ્પેઇન લોંચ કર્યું છે.
હેલો કેમ્પેઇનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તાજેતરમાં ચૂંટણી પંચ તરફથી રાજ્યની ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત, ૮૦ નગરપાલિકા અને ૬ મહાનગરપાલિકાની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી છે. જે પ્રમાણે રાજ્યની છ મહાનગરપાલિકાઓની ચૂંટણી આગામી ૨૧ ફેબ્રુઆરી તેમજ નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતોની ચૂંટણીનું મતદાન ૨૮ ફેબ્રુઆરીએ સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે. આ મતદાનની મતગણતરી મહાનગરપાલિકા માટે ૨૩ ફેબ્રુઆરી અને નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતોની મતગણતરી ૨જી માર્ચ રાખવામાં આવી છે.

Related posts

સીએમ રૂપાણીએ કોર્પોરેશનના ચૂંટાયેલા પદાધિકારીઓ-અધિકારીઓને અનુરોધ…

Charotar Sandesh

શરદી-ખાંસી કે તાવ હશે તો સુરતમાં નો-એન્ટ્રી…

Charotar Sandesh

ખેડા જિલ્લામાં સીરપ કાંડ બાદ જાગી રાજ્યની પોલીસ : સુરત, મહેસાણા, મોરબીમાંથી ઝડપાયો સીરપનો જથ્થો

Charotar Sandesh