વડોદરા : સ્વચ્છતામાં ભલે વડોદરાને દેશમાં દસમું સ્થાન મળ્યું છે, પણ શહેરમાં ગંદકીના ઢગલા ઠેરના ઠેર છે. વર્ષે સવાસો કરોડનો ખર્ચો માત્ર સફાઈ પાછળ થઈ રહ્યો હોવા છતાં તેની ગંભીરતા રખાતી નથી. ડોર-ટુ-ડોર, ઓપન સ્પોટની સફાઈ, સફાઈ કામદારો દ્વારા થતી સફાઈ પાછળ દર વર્ષે ૫૦ કરોડથી વધુનો ખર્ચ કરાય છે. જ્યારે ઝાડું, ટોપલી સહિતની સામગ્રીની ખરીદી તેમજ પગાર મળી કુલ સવા સો કરોડ સફાઈનું બજેટ છે.
અધધ ખર્ચ કરવા છતાં ન્યૂ વીઆઇપી રોડ ખોડિયાર નગર ચાર રસ્તાથી આજવા રોડ, સયાજીપુરા રોડ, ચાર દરવાજા, સરદાર એસ્ટેટ રોડ, વાઘોડિયા રોડ, તરસાલી, સોમા તળાવ રોડ, હરણી-વારસિયા રિંગ રોડ, કિશનવાડી, ગોરવા, ગોત્રી સહિતના વિસ્તારોમાં રોડ પર જ કચરાના ઢગલા જોવા મળે છે.