હંદવાડા : જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં સેના અને આંતકીઓની વચ્ચે અથડામણમાં થઇ. તેમાં સેનાના ૨૧ રાષ્ટ્રીય રાઇફલ્સના કમાન્ડિંગ ઓફિસર આશુતોષ શર્મા સહિત પાંચ જવાન શહીદ થયા છે. આ અથડામણમાં સેનાએ બે વિદેશી આતંકીઓને ઠાર કર્યા છે. શહીદોમાં એક કર્નલ, એક મેજર, બે સેનાના જવાન અને એક જમ્મુ-કાશ્મીર પોલીસને સબ ઇન્સપેકટર સામેલ છે.
મળતી માહિતી પ્રમાણે શનિવારથી જ અથડામણ ચાલી રહી હતી. આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતીના આધારે નોર્થ કાશ્મીરના એક ઘરમાં સેનાના જવાનોએ હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ ઘરના સભ્યોને બંધક બનાવી રરાખ્યા હતા. તેઓને બચાવા માટે સેના અને પોલીસની ટીમ ગઇ હતી. આ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. અહીં હવે ફાયરિંગ થોભ્યું છે. પરંતુ સેનાનું ઓપરેશન હજુ ચાલુ છે.
આ અથડામણમાં શહીદ થનાર કર્નલ આશુતોષ સાથે મેજર અનુજ, સબ ઈસ્પેક્ટર શકીલ કાઝી, એક લાંસ નાયક અને એક રાયફલમેનનો સમાવેશ થાય છે. આ અથડામણ હંદવાડાના છાંજીમુલ્લાહ ગામમાં શનિવાર બપોરે ત્રણ વાગ્યે શરૂ થઈ હતી. ૨૧ રાષ્ટ્રીય રાયફલ્સના કમાંડિંગ ઓફિસર કર્નલ આશુતોષ શર્માને ગત વર્ષે બીજીવાર સેના મેડલ મળ્યો હતો. તેઓ ગાડ્ર્સ રેજિમેન્ટમાંથી હતા અને અલ્હાબાદના રહેવાસી હતા.