ગાંધીનગર કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણીએ વાહનવ્યવહાર મંત્રી ફળદુ, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહને આપેલી સૂચના…
ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસની બીજી લહેર આતંક મચાવી રહી છે. રાજ્યમાં ઠેર ઠેર કોરોના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યોછે. ત્યારે આજની કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીએ એક મોટી જાહેરાત કરી છે. તેમને જણાવ્યું છે કે હવેથી રાજ્યમાં ફરતા વાહન ચાલકો પાસેથી પોલીસ દ્વારા માસ્ક સિવાય અન્ય આર.ટી.ઓ. નો દંડ વસુલી શકશે નહી.
ઉલ્લેખનીય છે કે બેઠક માં કેટલાક મંત્રી ઓ રજૂઆત કરી હતી કે, માસ્ક સિવાય વસુલતો દંડ ટુ વહીલર માં ૩ થી ૪ હજાર અને ફોર વહીલર માં ૮ થી ૧૦ હજાર નો દંડ વસુલવામાં આવે છે. વેહિકલ ડિટેઇન કરાય તો છોડાવવામાં ૧ અઠવાડિયા જેટલો સમય લાગે છે. વાહન ડિટેઇન થતા કોરોનામાં લોકો ને હોસ્પિટલ જવા અવવામાં ખૂબ તકલીફ થાય છે. મંત્રીઓની ફરિયાદથી મુખ્યમંત્રી એ વાહન વ્યવહાર મંત્રી ફળદુ ને અને ગૃહ રાજયમંત્રી પ્રદીપ સિંહ ને આ અંગે સુચના આપી હતી. અને જણાવ્યું હતું કે, હાલ પૂરતો માત્ર માસ્ક નો દંડ જ ઉઘરાવવામાં આવે. બીજો કોઈ દંડ વાહન ચાલક પાસે થી ઉઘરાવવો નહીં.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સતત કોરોના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. મહાનગરો ની સાથે નાના શહેરોમાં પણ હાલત અતિ ગંભીર બની છે. ખાટલા, બાટલા અને લાકડા માટે લોકો ઠેર ઠેર ધક્કા ખાઈ રહ્યા છે. હોસ્પિટલમાં જગ્યા નથી વધી અને જગ્યા છે તો ઓક્સીજન નથી.