Charotar Sandesh
વર્લ્ડ

હવે દુનિયાભરના લોકોને લાગશે ભારતની રસી, WHOએ આપી ઈમરજન્સી મંજૂરી…

USA : ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી કોરોના રસી કોવિશિલ્ડનો ઉપયોગ હવે વિશ્વભરમાં કરવામાં આવશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ ઓક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસિત કરેલી બે કોવીડ-૧૯ રસીના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. તેમા સીરમ સંસ્થાની રસી ઉપરાંત, દક્ષિણ કોરિયાની એસ્ટ્રાઝેનેકા-એસકેબાયોની રસી સામેલ છે. ડબ્લ્યુએચઓએ જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, ઓક્સફોર્ડ-એસ્ટ્રેજેનેકાની વેક્સીનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દેવામાં આવી છે જેથી વિશ્વભરમાં રસીકરણને આગળ વધારી શકાય.
તેની સાથે હુંના પ્રમુખે એમ પણ કહ્યું કે, કોરોના રસીના ઉત્પાદનમાં ગતી આવવી જોઈએ. રસીને મંજુરી આપ્યાના એક દિવસ પહેલા યુ.એન.ની આરોગ્ય એજન્સીની એક પેનલે રસી વિશે વચગાળાની ભલામણ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે, તમામ પુખ્ત વયના લોકોએ રસીના બે ડોઝ ૮-૧૨ અઠવાડિયાના ગાળામાં આપી દેવા જોઈએ. ગયા વર્ષે ડિસેમ્બરમાં ડબ્લ્યુએચઓએ કટોકટીના ઉપયોગ માટે ફાઇઝરની કોરોના રસીને મંજૂરી આપી હતી. તમને જણાવી દઈએ કે, ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોરોના રસી ફાઇઝરની રસી કરતા ઘણી સસ્તી છે.
ડબ્લ્યુએચઓએ તેના નિવેદનમાં કહ્યું છે કે, ઓક્સફર્ડ-એસ્ટ્રોજેનિકાની આ બંને કોરોના રસીઓની મંજૂરી આપ્યા બાદ, વિશ્વના ઘણા દેશોમાં કોવેક્સ પ્રોગ્રામ હેઠળ રસીકરણ ઝડપી બનાવવામાં આવશે. ત્યાર બાદ વિશ્વના જે દેશોમાં હજુ કોરોનાની રસી આપવામાં આવી નથી તે દેશોમાં રસીકરણ શરૂ કરવામાં આવશે. જણાવી દઈએ કે, કોવેક્સ પ્રોગ્રામની જેમ, ડબ્લ્યુએચઓ વિશ્વના ગરીબ દેશોમાં કોરોના રસી પહોંચાડવાનો પ્રયાસ કરે છે.

  • Naren Patel

Related posts

કોરોનાથી અમેરિકામાં હાહાકાર, એક જ દિવસમાં ૩૪૫ મોત, ૧૮ હજાર નવા કેસ…

Charotar Sandesh

ડોનાલ્ડ ટ્રમ્પે મહાભિયોગનો સામનો કરવો પડશે : નેન્સી પેલોસી

Charotar Sandesh

મૂળ ભારતીય અમેરિકન વૈજ્ઞાનિકે કોરોનાની ચાર એન્ટી વાયરસ દવાઓ શોધી…

Charotar Sandesh