ગાંધીનગર : ગુજરાતના નાગરિકો અને વાહનચાલકોને આજે એક મોટા ખુશખબર મળી રહ્યા છે. આજે પણ રાજ્યમાં એવા કેટલાયે લોકો છે જેમને ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવાના બાકી છે, પરંતુ જેના લર્નિંગ ડ્રાઈવિંગ લાયસન્સ નીકળી ગયું છે અને હવે સમય મર્યાદા પુરી થવામાં છે તો ચિંતા કરવાની જરૂર નથી. હવે સરકારના નિર્ણયથી લર્નિંગ ડ્રાયવિંગ લાયસન્સને રીન્યુ કરી શકાશે. એટલું જ નહીં, જે તે વાહનચાલકની લર્નિંગ ડ્રાઈવિંગ લાયસન્સની મર્યાદા પૂર્ણ થઈ હોય તેવા અરજદાર રીન્યુ કરાવી શકશે. તેના માટે રૂપિયા ૧૫૦ ફી આપવી પડશે અને ૬ મહીનાની મર્યાદા માટે રીન્યુ કરી અપાશે. પાકા લાયસન્સ માટે ફરીથી ફી નહીં ભરવી પડે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજ્યના વાહનવ્યવહાર વિભાગ તરફથી આજે એક મોટો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં હવે કોઈ પણ નાગરિકની પાસે લર્નિગ લાયસન્સ હોય અને તેની અવિધિ પુરી થવામાં હોય તો ચિંતા કરવાની જરૂર નથી, હવે સમય મર્યાદા પુરી થઈ ગયા પછી તેને ફરીથી રીન્યુ કરી શકાશે. લર્નિગ લાયસન્સ સમય મર્યાદા પૂર્ણ થઈ હોય તેવા અરજદારોએ વાહનવ્યવહાર વિભાગની કચેરીમાં રીન્યૂ કરાવી શકશે. કોઈ પણ નાગરિક આરટીઓમાં ૧૫૦ રૂપિયા ભરીને લર્નીગ લાયસન્સ રીન્યુ કરાવી ૬ મહિનાની સમય મર્યાદા વધારી શકે છે. ત્યારબાદ પાકા લાયસન્સ માટે ફરીથી ફી ભરવાની રહેશે નહીં.
પરંતુ એક ખાસ વાત જણાવવાની કે લર્નિગ લાયસન્સ રીન્યુ કર્યા એક મહિના પછી અને ૬ મહિના પહેલા પાકા લાયસન્સ માટેની એપોઇમેન્ટ લેવાની રહશે. લોકડાઉન દરમિયાન આરટીઓ કચેરી બંધ હતી. જેના કારણે અનેક નાગરિકોના લર્નિંગ લાઈસન્સ પુરા થવામાં છે. ત્યારે આ નિર્ણય લેવાયો છે. પરંતુ હવે અનલોકમાં રાજ્યભરની આરટીઓ કચેરીઓ ખુલતા એપોઇમેન્ટમાં વેટિંગ હોવાના કારણે સમયસર એપોઇમેન્ટ મળતી નથી. જેથી સરકારે અરજદારોની સુવિધા માટે સમય મર્યાદા વધારી છે.