રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સેન્ટ્રલ બોર્ડની એકેડેમીક પેર્ટનનો અમલ થતા શૈક્ષણિક કાર્યના દિવસોમાં થશે વધારો અને વેકેશનના દિવસો ઘટશે…
રાજય સરકારના શિક્ષણ વિભાગે સેન્ટ્રલ બોર્ડની એકેડેમીક પેર્ટનનો અમલ કરી રાજયની તમામ પ્રાથમિક માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર આગામી શૈક્ષણિક વર્ષ 2020-21 અને ત્યારપછીના વર્ષો માટે એપ્રિલથી કરવા માટે નિર્ણય લીધો છે.
જેના પગલે હવે સેન્ટ્રલ બોર્ડની પેટર્ન મુજબ શાળાઓની વાર્ષિક પરીક્ષાઓ માર્ચમાં પૂરી થયા બાદ તુરંત જ નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. જેમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક દિવસો વધશે. તેમજ સેન્ટ્રલ બોર્ડની પેટર્ન મુજબ વર્ષ 2021થી ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષા પણ ફેબ્રુઆરીમાં જ લેવાય જશે. ચાલુ વર્ષથી સેન્ટ્રલ બોર્ડની આ પેટર્નનનો અમલ થનાર છે.
હાલમાં માર્ચ માસના અંતમાં અથવા એપ્રિલના પ્રથમ સપ્તાહમાં વાર્ષિક પરીક્ષા પુરી થયા પછી મે માસના પ્રથમ સપ્તાહમાં ઉનાળું વેકેશન ચાલુ થતા સુધી મહિનો જેટલો સમય શાળા ચાલુ રહે છે પણ પરીક્ષા પૂર્ણ થયા પછી અસરકારક શૈક્ષણિક કામ સામાન્ય થતું નહોતું.
આગામી શૈક્ષણિક વર્ષ 2020-21 માટે નવું શૈક્ષણિક વર્ષ 20 એપ્રિલ 2020થી શરૂ થશે અને ઉનાળું વેકેશન 4 મેથી 7મી જૂન સુધી રહેશે. વર્ષ 2021-2022 અને ત્યારપછીના વર્ષોથી નવું શૈક્ષણિક સત્ર એપ્રિલના પ્રથમ સપ્તાહથી શરૃ કરવાનું રહેશે અને ઉનાળું વેકેશન મે માસના પ્રથમ સપ્તાહથખી શરૃ કરી જૂન માસના પ્રથમ સપ્તાહના અંત સુધી રાખવાનું રહેશે. તે ધ્યાને રાખી અત્યારથી જ આવતા શૈક્ષણિક વર્ષની વાર્ષિક પરીક્ષા અને તે સંલગ્ન તમામ કામગીરી માર્ચ માસમાં પુરી કરવાની રહેશે.