Charotar Sandesh
ગુજરાત

હાથરસની ઘટના બાદ ગુજરાતમાં પણ સામુહિક દુષ્કર્મ : ૧૭ વર્ષની સગીરાને ચાર યુવકોએ પીંખી…

જામનગર : ઉત્તરપ્રદેશમાં હાથરસ ગેંગરેપની ઘટનાના પડઘા દેશભરમાં પડી રહ્યા છે. અને બળાત્કારીઓને ફાંસી જેવી કડક સજાની માગ કરવામાં આવી રહી છે. ગેંગરેપ બાદ દલિત યુવતીના મોતની સ્યાહી સૂકાઈ પણ નથી ત્યાં જામનગરમાંથી શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચાર નરાધમોએ ૧૭ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસે ૩ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

હાથરસની ઘટના બાદ ગુજરાતમાં પણ સતત સામુહિક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. સંતરામપુરની મહિલા સાથે દુષ્કર્મની ઘટના બાદ જામનગરમાંથી ગેંગરેપની ઘટનાને કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જામનગરમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને આરોપીઓએ ઊંઘની દવા પીવડાવી દીધી હતી. અને તે બાદ ચારેય આરોપીઓએ સગીરા પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.

હાલ ૧૭ વર્ષીય સગીરાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. અને તેની સારવાર ચાલી રહી છે. તો આ મામલે ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે તાબડતોડ ૩ નરાધમોની ધરપકડ કરી લીધી છે. જ્યારે હજુ એક હવસખોર પોલીસ પકડથી દૂર છે. તેવામાં હવે દીકરીઓને સુરક્ષિત રાખવા માટે સરકારે કડક કાયદાની જરૂર છે. ગેંગરેપ જેવી આવી ઘટનાઓને કારણે ગાંધીનું ગુજરાત બદનામ થઈ રહ્યું છે.

Related posts

મુખ્યમંત્રી રૂપાણીએ ‘ગુજરાત સોલર પાવર પોલિસી-૨૦૨૧’ની કરી જાહેરાત…

Charotar Sandesh

પેટાચૂંટણી, મોરવા હડફમાં ભગવો લહેરાયો, નિમિષાબેન સુથારની જીત…

Charotar Sandesh

જનતાની ’આફત’, વેપારીઓનો ’અવસર’, કોરોના સંકટમાં ઉઘાડી લૂંટ…

Charotar Sandesh