Charotar Sandesh
ઈન્ડિયા

હાથરસ કેસ : હાઈકોર્ટમાં આગામી સુનાવણી ૨ નવેમ્બરે યોજાશે…

અલ્હાબાદ : અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચમાં હાથરસમાં ૧૯ વર્ષીય દલિત યુવતીની કથિત ગેંગરેપ અને મોતની સુનાવણી સોમવારે રાખવામાં આવી હતી. આ દરમિયાન પીડિત પરિવાર અને હાથરસના ડીએમ અને એસપી કોર્ટમાં હાજર થયા હતા. હાઈકોર્ટમાં આજની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. આ દરમિયાન હાઇકોર્ટે પોલીસની કાર્યવાહી અંગે નારાજગી વ્યક્ત કરી છે. હવે આ કેસની આગામી સુનાવણી ૨ નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.
અલ્હાબાદ હાઈકોર્ટે પીડિતોનાં મંતવ્યો સાંભળ્યા. કોર્ટે સરકારના અધિકારીઓ અને ડીએમ હાથરસની પૂછપરછ કરી હતી. એએજી વિનોદ શાહીએ સરકાર વતી એક વિગતવાર જવાબ આપ્યો છે. અગાઉ, કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ, પીડિતાના માતા-પિતા સહિત પાંચ પરિવારો લખનઉ પહોંચ્યા હતા અને અદાલતમાં પોતાની વાત મૂકી હતી.
પીડિત પરિવાર તરફથી હાજર રહેતી એડવોકેટ સીમા કુશવાહાએ જણાવ્યું હતું કે સરકારની બાજુએ પોતાનો મુદ્દો કહેવા માટે વધુ સમય માંગ્યો છે, જે પછી ૨ નવેમ્બરની તારીખ આપવામાં આવી છે. સીમા કુશવાહાએ કહ્યું કે અદાલતે એડીજી એલઓને પણ તેના નિવેદન પર ઠપકો આપ્યો હતો જેમાં એડીજી એલઓએ જણાવ્યું હતું કે પીડિતા સાથે કોઈ દુષ્કર્મ થયું નથી, કારણ કે ખાનગી ભાગમાં વીર્ય મળ્યું નથી.
અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે ૧ ઓક્ટોબરના રોજ હાથરસની ઘટનાની સ્વચાલિત નોંધ લેતા આ મામલામાં ઉચ્ચ અધિકારીઓને સમન્સ આપ્યા હતા. ૧ ઓક્ટોબરના રોજ કોર્ટે મૃતક પીડિતાના સંબંધીઓને આ ઘટના અંગે નિવેદન આપવા બોલાવ્યા હતા. ૧ ઓક્ટોબરે ન્યાયમૂર્તિ રાજન રોય અને ન્યાયાધીશ જસપ્રીત સિંહે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, પોલીસ મહાનિદેશક અને પોલીસ મહાનિર્દેશક, જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક હાથરસને આ ઘટનાની સ્પષ્ટતા માટે ૧૨ ઓક્ટોબરના રોજ કોર્ટમાં બોલાવ્યા હતા.
નોંધપાત્ર વાત એ છે કે, ૧૪ સપ્ટેમ્બરના રોજ હાથરસ જિલ્લાના ચાંદપા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ૧૯ વર્ષિય દલિત યુવતી પર ચાર ઉચ્ચ જાતિના યુવકોએ ગેંગરેપ કર્યો હતો. આ ઘટના બાદ હાલત વધુ વણસી જતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાદમાં તેણીને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેનું ૨૯ સપ્ટેમ્બરના રોજ અવસાન થયું હતું. આ ઘટના અંગે વિપક્ષે રાજ્ય સરકાર પર ઉગ્ર હુમલો કર્યો હતો.

Related posts

સેનાનું વધુ એક સાહસઃ મેડ ઇન ઇન્ડિયા ધ્રુવાસ્ત્ર મિસાઇલનું સફળ પરીક્ષણ

Charotar Sandesh

ઇરાકમાં ઇદ પહેલાં ISISનો બ્લાસ્ટ : ૩૦ના મોત, ૩૫ ઘાયલ

Charotar Sandesh

હર-હર મહાદેવ, બમ બમ ભોલેના નાદ સાથે કેદારનાથ ધામના કપાટ ખૂલ્યા

Charotar Sandesh