જેતપુર : હાથરસ ગેંગરેપના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. લોકો પોતાનો આક્રોશ સોશિયલ મીડીયાથી લઈને સડકો પર ઠાલવી રહ્યા છે. આ ઘટના બાદ પોલીસ પરિવારને અંતિમસંસ્કારમો પણ હક આપ્યો હતો. રાત્રીના અંધકારમાં જ પીડિતાના અંતિમસંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. જેને લઈને લોકોનો આક્રોશ વધી ગયો હતો. હવે આ ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડ્યાં છે. ગુજરાતના અરવલ્લી અને રાજકોટના જેતપુરમાં લોકો રસ્તા ઉતર્યા હતા અને ઉત્તર પ્રદેશની સરકાર સામે નારા લગાવ્યા હતા.
નોંધનિય છે કે હાથરસ બાદ બલરામપુરમાં દલિત યુવતી સાથે હેવાનિયતની તમામ હદ પાર કરવામાં આવી અને આ યુવતીનું પણ કરુણ મોત નિપજ્યુ છે. ૨૨ વર્ષની યુવતીને બે યુવકોએ મિત્રતાના બહાને બોલાવી હતી. અને બાદમાં ગેંગરેપ કર્યો હતો..ગેંગેપ બાદ યુવતીની કમર અને બંને પગ તોડી દેવાયા હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે..યુવતી સાથે હેવાનિયતની હદ વટાવ્યા બાદ તેને રિક્ષામાં બેસાડીને ઘરે મોકલી હતી. જોકે તેનુ મોત થયુ છે. આ કેસમાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
અરવલ્લીના માલપુરમાં બજારો આજે બંધ રહ્યા હતા. યુપીમાં વાલ્મિકી સમાજની દીકરી પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં બજારો બંધ રાખવામાં આવ્યા હતા. વાલ્મિકી સંગઠન મોટી સંખ્યામાં માલપુર બજારમાં ઉમટ્યા હતા. માલપુર ચારરસ્તા પર ભોગ બનેલી યુવતીને ન્યાય માટે સૂત્રોચ્ચાર કર્યો હતો. ઉત્તરપ્રદેશના હાથરસમાં દલિત યુવતી પર થયેલા દુષ્કર્મ સામે ગુજરાતમાં પણ આક્રોશ જોવા મળ્યો. જેતપુરમાં વાલ્મિકી સમાજના લોકોએ યુપીની યોગી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. સમાજના લોકોએ રેલી યોજી યોગી સરકાર સામે નારેબાજી કરી હતી. આરોપીને તાત્કાલિક ફાંસી આપવાની માંગ સાથે મામલતદારને આવેદન અપાયુ હતુ.