Charotar Sandesh
ઈન્ડિયા

હાથરસ ગેંગરેપ : ટીએમસી સાંસદોના પ્રતિનિધિ મંડળ સાથે પોલીસનું ઘર્ષણ…

પોલીસ સાથેની ધક્કામુક્કીમાં ડેરેક ઓ બ્રાયન ફસડાઇ પડ્યા

મહિલા પોલીસકર્મીઓએ અમારા બ્લાઉઝ ખેંચ્યા અને લાઠીચાર્જ કર્યોઃ ટીએમસી નેતા મમતા ઠાકુર

લખનૌ : ઉત્તર પ્રદેશમાં હાથરસ ગેંગરેપ કેસમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બાદ આજે શુક્રવારે તૃણમુલ કોંગ્રેસના નેતાઓનું એક જુથ ગેંગરેપ પીડિતાના પરિજનોને મળતા હાથરસ જઈ રહ્યું હતું. આ દરમિયાન TMCના નેતા ડેરેક ઓ’બ્રાયન સાથે રાહુલ ગાંધી જેવી જ દુર્ઘટના ઘટી હતી તો TMCના મહિલા નેતાએ મહિલા પોલીસકર્મીઓ પર ગંભીર આરોપ લગાવ્યો હત્તો.
તૃણમૂલની નેતા મમતા ઠાકુરે કહ્યું હતું કે, મહિલા પોલીસકર્મીઓએ અમારા બ્લાઉઝ ખેંચ્યા અને અમારી સાંસદ પ્રતિમા મંડળ પર લાઠીચાર્જ કર્યો. જેના કારણે તે નીચે ફસડાઈ પડ્યા હતાં. મહિલા પોલીસના હોવા છતા મેઈલ પોલીસે મહિલા સાંસદને હાથ લગાવ્યો જે અત્યંત શરમજનક બાબત છે.
આજે TMCના નેતા ડેરેક ઓ’બ્રાયન સહિત તૃણમૂલ કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ હાથરસ જઈ રહ્યું હતું. હાથરસમાં તેઓ પીડિતાના પરિજનોને મળવા જઈ રહ્યાં હતાં. પરંતુ જેવા TMCના નેતાઓ હાથરસની સરહદે પહોંચે તે પહેલા જ તમામને પોલીસે અટકાવ્યા હતાં. આ દરમ્યાન સાંસદ ડેરેક ઓ બ્રાયનને ધક્કા માર્યા અને ત્યાંથી ખસેડવા લાગ્યા. આ ધક્કામુક્કીમાં બ્રાયન ફસડાઈ પડ્યા હતા. જોકે ઘટનાસ્થળે હાજર પોલીસ અધિકારીઓએ ઓ’બ્રાયનને તરત ઉભા કરી લીધા હતાં.
TMC નેતા મમતા ઠાકુરે આરોપ લગાવ્યો હતો કે, અમે ગેંગરેપ પીડિતાના પરિજનોને મળવા જઈ રહ્યાં હતાં, પરંતુ અમને તેની મંજુરી નહોતી આપવામાં આવી. જોકે અમે જવા માટે દબાણ કર્યું તો મહિલા પોલીસકર્મીઓએ અમારા બ્લાઉઝ ખેંચ્યા હતાં. અમારી સાંસદ પ્રતિભા મંડલ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો. તેઓ નીચે પડી ગયા. આ દરમિયાન પુરૂષ અધિકારીઓએ તેમને સ્પર્ષ કર્યો હતો. જે અત્યંત શરમજનક છે.

પોલીસે કરી ધક્કામુકી : ટીએમસી સાંસદ
હાથરસ બોર્ડર પર ઘટેલી ઘટનાને લઈને ટીએમસી સાંસદ પ્રતિભા મંડલે કહ્યું હતું કે, અમે મમતા બેનરજી તરફથી કથિત બળાત્કાર પીડિતાના પરિજનોને મળવા માટે મોકલ્યા હતાં જેથી કરીને અમે અમારી સંવેદના વ્યક્ત કરી શકીએ. જોકે અમે અમારો પરિચય આપ્યો તેમ છતાંયે અમને પરિવારજનોને મળતા અટકાવવામાં આવ્યા. એટલુ ઓછુ હોય તેમ અમારી સાથે પોલીસે ધક્કામુકી પણ કરી. જો ઉત્તર પ્રદેશ પોલીસ મહિલા સાંસદનું સમ્માન નથી કરી શકતી તો સામાન્ય લોકોની સ્થિતિ શું હશે તેની તો કલ્પના જ કરવી રહી.

Related posts

વડાપ્રધાન મોદીના અહંકારથી જવાન-કિસાન એકબીજાની સામ-સામે આવ્યાઃ રાહુલ ગાંધી

Charotar Sandesh

નીતિશ કુમારે બિહારના મુખ્યમંત્રી તરીકે ૭મી વાર શપથગ્રહણ કર્યા…

Charotar Sandesh

સંપૂર્ણ માહોલ NDAના પક્ષમાં, કોંગ્રેસને નથી મળી રહ્યા બોલી લગાવનારાઃ સટ્ટા બજાર

Charotar Sandesh