નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ બોલિવૂડ એક્ટર નતાશા સ્ટેનકોવિક સાથે નવા વર્ષની શરૂઆતમાં સગાઈ કરી હતી. ત્યારે હવે હાર્દિક અને નતાશાએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીર પોસ્ટ કરી ફેન્સને એક ખૂશખબર આપી છે. આપણે જણાવી દઈએ કે નતાશા પ્રેગ્નેન્ટ છે અને હાર્દિક જલ્દી પિતા બનવાનો છે.
નતાશાએ ઇન્સ્ટાગ્રામ પર હાર્દિક સાથે એક તસવીર પોસ્ટ કરી અને લખ્યું કે,‘હાર્દિક અને મે એકસાથે લાંબી અને યાદગાર મુસાફરી કરી છે અને જલ્દી અમે અમારા જીવનમાં એક નવા મેહમાનનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છીએ.’ બંનેની આ પોસ્ટ પર હવે શુભેચ્છાઓનો દોર શરૂ થઈ ગયો છે. એટલું જ નહિં પણ નતાશાની આ પોસ્ટ પર તેના એક્સ બોયફ્રેન્ડ અલી ગોનીએ પણ કોમેન્ટ કરી છે. અલીએ નતાશાની પોસ્ટ પર લખ્યું કે,‘ભગવાન તમને ખૂશ રાખે.’ આપણે જણાવી દઈએ કે નતાશા અને અલી ગોની વર્ષ ૨૦૧૪માં એક બીજાને ડેટ કરી ચૂક્યા છે. જો કે, આ રિલેશનશિપ માત્ર ૧ વર્ષ સુધી ચાલી હતી. ૨૦૧૫માં બંનેનું બ્રેકઅપ થયું હતું.
સગાઈના માત્ર ૫ મહિના બાદ હાર્દિક પિતા બનવાનો છે. આ ખબર જાણી ફેન્સ થોડા હેરાન થયા છે અને સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ સાથે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને ટ્રોલ પણ કરી રહ્યા છે. ખરેખર, વિરાટ કોહલી લગ્નના ત્રણ વર્ષ પછી પણ પિતા નથી બન્યો. તેથી ફેન્સ હાર્દિક પંડ્યા પાસેથી શીખવાની સલાહ આપી રહ્યા છે અને મજેદાર કોમેન્ટ કરી રહ્યા છે.