Charotar Sandesh
ઈન્ડિયા

હિજરત કરી રહેલા મજૂરોની સંખ્યા વધી, રેલવે નવી ૧૩ ટ્રેનો દોડાવશે…

ન્યુ દિલ્હી : લોકડાઉનની આશંકા વચ્ચે ગુજરાત ,મહારાષ્ટ્ર અને બીજા રાજ્યોમાંથી પ્રવાસી મજૂરોની ફરી વતન વાપસી શરુ થઈ ગઈ છે.
હાલમાં જે ટ્રેનો ચાલી રહી છે તે પણ તેના કારણે ઓછી પડવા માંડી છે. લોકો રિઝર્વેશન વગર મુસાફરી કરી રહ્યા છે અને આ ટ્રેનોમાં ભીડ એટલી વધારે છે કે, ટિકિટ ચેકરોએ ચેકિંગ કરવાનુ પણ બંધ કરી દીધુ છે. ટ્રેનો ઓછી પડી રહી હોવાથી હવે રેલવે દ્વારા બીજી ૧૩ ટ્રેનો દોડાવવાનુ નક્કી કર્યુ છે.
આ ટ્રેનો ગુજરાત,મુંબઈ, પૂણે, અમદાવાદ અને યુપીના બીજા શહેરો વચ્ચે અવર જવર કરશે. રેલવે દ્વારા નવી ટ્રેનોનુ ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવ્યુ છે.
આમ તો હજી સુધી મુંબઈને બાદ કરતા બીજા રાજ્યોએ આકરા પ્રતિબંધ મુકયા નથી પણ ગયા વર્ષે થયેલા લોકડાઉનના કડવા અનુભવના કારણે અન્ય રાજ્યોમાં જતા શ્રમિકોનો ગભરાટ યથાવત છે અને તેના કારણે આ વર્ષે લોકડાઉન લાગુ થાય તે પહેલા તેમણે હિજરત કરવા માંડી છે. જેના કારણે ટ્રેનોમાં મુસાફરી કરનાઓની સંખ્યા વધવા માંડી છે.

Related posts

ભારતમાં અત્યાર સુધી છ દિવસમાં ૧૦.૫ લાખ લોકોને કોરોના વેક્સિન અપાઇ…

Charotar Sandesh

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી શા માટે પીડિત પરિવારને મળ્યા નહી : જાવડેકર

Charotar Sandesh

કોઇ પણ રોગને હળવાશથી ન લો,વાયરસ કોઇ ધર્મને જોતો નથી : ઉદ્ધવ ઠાકરે

Charotar Sandesh