Charotar Sandesh
સ્પોર્ટ્સ

‘હિટમેન’ રોહિત શર્માને મળશે ખેલ રત્ન એવોર્ડ, બીસીસીઆઈએ પાઠવી શુભેચ્છા…

ન્યુ દિલ્હી : ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓપનર રોહિત શર્માને આ વર્ષે દેશનું સર્વોચ્ચ એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ સિવાય રમત ગમત ક્ષેત્રે બીજી ચાર હસ્તિઓને પણ ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવશે. ખેલ રત્ન મેળવનાર રોહિત શર્મા ચોથો ક્રિકેટર હશે. આ પહેલા મહાન ખેલાડી સચિન તેન્ડુલકર, પૂર્વ કેપ્ટન મહેંદ્ર સિંહ ધોની અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને દિગ્ગજ બેટ્‌સમેન વિરાટ કોહલી ખેલ રત્ન એવોર્ડ મેળવી ચુક્યા છે. ખેલ રત્નના ઇતિહાસમાં પહેલી વખત ૫ ખેલાડીઓને એક સાથે આ સન્માન આપવામાં આવશે. આ પ્રસંગે ભારતીય ક્રિકેટ બોર્ડ એ રોહિત શર્માને અભિનંદન આપ્યા હતા. બીસીસીઆઈએ ટ્‌વીટ કર્યું, ‘રોહિત શર્માને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ,
૨૦૨૦સન્માનિત થવા બદલ અભિનંદન. ભારતનો સર્વોચ્ચ રમતગમત સન્માન એવોર્ડ. આ એવોર્ડ મેળવનાર રોહિત ચોથો ભારતીય ક્રિકેટર છે. અમને તમારા પર ગર્વ છે, હિટમેન. બીસીસીઆઈ એ રોહિતના વર્લ્ડ કપ ૨૦૧૯ની એક તસવીર શેર કરી, જેમાં લખ્યું છે, ભારતના સર્વોચ્ચ રમતગમત સન્માન (રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ ૨૦૨૦) થી સન્માનિત થવા બદલ રોહિત શર્માને અભિનંદન. આ એવોર્ડ મેળવનાર ચોથો ભારતીય ક્રિકેટર છે. છે. અમને તમારા પર ગર્વ છે, હિટમેન! રોહિત શર્માએ ગયા વર્ષે ક્રિકેટના ત્રણેય ફોર્મેટ્‌સમાં કમાલ કરી હતી. આને કારણે તેમને ખેલ રત્ન એવોર્ડ પ્રાપ્ત કરવાનું સન્માન મળ્યું છે.
આ વર્ષના રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહનું આયોજન કોવિડ-૧૯ મહામારીના કારણે વર્ચુઅલ થવાની સંભાવના છે. વિજેતા પોતાના સંબંધિત ક્ષેત્રથી લોગઇન કરી ૨૯ ઓગસ્ટે આ સમારોહનો ભાગ બનશે. સામાન્ય રીતે તેનું આયોજન રાષ્ટ્રપતિ ભવનમાં થશે. હોકીના જાદૂગર મેજર ધ્યાનચંદના જન્મદિવસ ૨૯ ઓગસ્ટે દેશમાં રાષ્ટ્રીય ખેલ દિવસના રૂપે તેની ઉજવણી કરવામાં આવે છે. ૨૯ ઓગસ્ટે રાષ્ટ્રીય ખેલ દિવસ પર રાષ્ટ્રપતિ રામનાથસિંહ કોવિંદ ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ આપશે.

Related posts

કોરોના સંકટ : કેએલ રાહુલે પોતાના ક્રિકેટ સામાનની હરાજી કરી ૮ લાખ કર્યા દાન…

Charotar Sandesh

આઇપીએલની બાકી મેચો અંગે આરઆરના માલિકે કહ્યું શિડ્યુઅલ ખૂબ વ્યસ્ત છે…

Charotar Sandesh

મુંબઈના ઓલરાઉન્ડર અભિષેક નાયરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી…

Charotar Sandesh