મુંબઈ : હેમા માલિની અને ધર્મેન્દ્રની પુત્રી એશા દેઓલ ફરી એક વખત રૂપેરી પડદે જોવા મળવાની છે. તાજેતરમાં અભિનેત્રીએ આ વાતનો ઇશારો કર્યો છે.
એશાએ કહ્યું, તે રૂપેરી પડદે પાછી ફરવાની તૈયારી કરી રહી છે. તે હાલ ઘણી ફિલ્મોની વાર્તા વાંચી અને સાંભળી રહી છે. તે જલદી જ કોઇ ફિલ્મની ઘોષણા કરશે. તેણે એમ પણ કહ્યું, ભગવાનની કૃપાથી મને સારું કામ મળી રહ્યું છે અને હું રૂપેરી પડદે ફરી પાછી ફરવાની તૈયારી કરી રહી છું. હું પહેલા જેવી જ ફિટ એન્ડ ફાઇન થઇ ગઇ છું અને હું ઉત્સાહિત છું.
અભિનેત્રીએ કહ્યું, મેં ઘણી ફિલ્મોની સ્ક્રિપ્ટ વાંચી છે. જેમાંથી એક પ્રોજેક્ટ પુરો કરી લીધો છે. હવે હું બીજા પ્રોજેક્ટની તૈયારી કરી રહી છું. હું જલદી જ શૂટિંગ શરૂ કરવાની છું