Charotar Sandesh
ઈન્ડિયા

હૈદરાબાદમાં ભારે વરસાદથી પાણી-પાણી : અત્યાર સુધી થયા ૫૦ લોકોના મોત…

આંધ્રના સીએમએ કેન્દ્રની પાસે માંગી ૨૨૫૦ કરોડ રૂપિયાની મદદ…

હૈદરાબાદ : દેશના દક્ષિણ ભાગમાં વરસાદનો કહેર સતત ચાલુ છે ત્યારે જનજીવન જોખમાયું છે. તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે સ્થિતિ ચિંતાજનક છે. ખેડૂતોનો પાક પણ બરબાદ થી ચૂક્યો છે. હૈદરાબાદમાં સડક પર નદી જેવું પાણી વહી રહ્યું છે. અનેક વાહનો તણાઈ ચૂક્યા છે અને સાથે ૫૦ લોકોના મોત થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
હૈદરાબાદમાં શનિવારે અનેક વિસ્તારોમાં રાતે ધોધમાર વરસાદ થયો છે. આ સિવાય છેલ્લા એક અઠવાડિયાથી થઈ રહેલા વરસાદથી ભારે અફરાતફરી મચી છે. જનનજીવન જોખમાયું છે. હવામાન વિભાગે અહીં આજે પણ મધ્યમ વરસાદની આગાહી કરી છે. અત્યાર સુધીમાં વરસાદના કારણે ૫૦ લોકોના મોત થચા છે. ડીઆરએફ અને જીએચએમસીની ટીમ સતત કામગીરી કરી રહી છે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડીએ શનિવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહને પત્ર લખીને રાજ્યમાં થયેલા ભારે વરસાદ અને પૂર બાદ કામગીરી અને ફરીથી જનજીવન શરૂ કરવા માટે તત્કાલ રીતે ૨૨૫૦ કરોડ રૂપિયાની મદદ માંગી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં ૯-૧૩ ઓક્ટોબર સુધીના ભારે વરસાદથી જનજીવન અને પૂરના કારણે લગભગ ૪૪૫૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સડક અને વિજળીના થાંભલાઓને ભારે નુકસાન થયું છે તો અન્ય તરફ ખેડૂતોનો પાક પણ બરબાદ થયો છે. વરસાદમાં અહીં ૧૪ લોકોના જીવ ગયા છે.
કર્ણાટક વિધાનસભામાં વિપક્ષના નેતા સિધ્ધરમૈયાએ શનિવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેવી કેન્દ્ર સરકારને પ્રદેશમાં પૂરને પ્રાકૃતિક આફત ગણવાની માંગ કરી છે. પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ રાજ્યના મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાને પૂરથી લડવા માટેના કેટલાક સૂચનો પર આડેહાથ લીધા. યેદિયુરપ્પા પ્રશાસને જાડી ચામડી વાળા કહીને વિપક્ષના નેતાએ આરોપ લગાવ્યો છે. રાજ્યના મંત્રી ૩ નવેમ્બરે ૨ વિધાનસભા સીટ પર થનારી પેટાચૂંટણીમાં વ્યસ્ત છે.

Related posts

ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સાઈટ પર પાન-આધાર લિંક છે કે નહીં તે જાણી શકાશે : નવી ટેબ શરૂ કરાઈ

Charotar Sandesh

પાકિસ્તાનને મોદીથી સારા વડાપ્રધાન મળી શકે નહીંઃ કેજરીવાલ

Charotar Sandesh

કોરોનાની રેકોર્ડ છલાંગ, દેશમાં ૨.૬૦ લાખથી વધુ નવા કેસ, ૧૪૯૫ના મોત…

Charotar Sandesh