મુંબઈ : બૉલીવુડની સૌથી સુંદર એક્ટ્રેસમાં જેનુ નામ આવે છે તે એક્ટ્રેસ એટલે ભાગ્યશ્રી, ભાગ્યશ્રી આજકાલ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત એક્ટિવ રહે છે, પોતાની રૂટીન અને પર્સનલ લાફઇને લઇને ભાગ્યશ્રી હમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેને પોતાનો જન્મ દિવસ ઉજવ્યો છે, હાલ તે ૫૩ વર્ષની થઇ ચૂકી છે. ભાગ્યશ્રીને એક સમય સલમાન ખાનની હીરોઇને કહીને લોકો જાણતા હતા, ભાગ્યશ્રી સાથે સલમાન ખાને પોતાની પહેલી ફિલ્મ મેને પ્યાર કીયા કરી હતી.
સોશ્યલ મીડિયા પર ભાગ્યશ્રીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયો સમુદ્ર કિનારેનો છે, ભાગ્યશ્રી આ વીડિયોમાં સમુદ્ર કિનારે બનેલી એક હૉટલની બાલકનીમાં ઉભેલી છે. આ દરમિયાન તે સુંદર પૉઝ પણ આપી રહી છે, અને મસ્તી પણ કરતી દેખાઇ રહી છે. તેને આ વીડિયો શેર કરતા સુંદર કેપ્શન પણ લખ્યું છે.
ભાગ્યશ્રીએ લખ્યું- મારા વાળમાં હવા….. મારા ચહેરા પર મુસ્કાન… મારા દિલમાં આ બધા માટે ખુશી…. આની સાથે તેને મૉટિવેશન હેશટેગ પણ લગાવેલુ છે. આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકો જોઇ ચૂક્યા છે. આમા એક્ટ્રેસ ભાગ્યશ્રીએ સફેદ કલરનુ સ્લીવલેસ આઉટફિટ પહેરેલુ છે, આમાં તે એકદમ સુંદર દેખાઇ રહી છે.