મુંબઇ : ફૉર્બ્સે આ વર્ષની હાઇએસ્ટ પેડ લિસ્ટની યાદી જાહેર કરી દીધી છે, જેમાં મૉર્ડન ફેમિલી સ્ટાર સોફિયા વેરગારા ટૉપ પર છે. આ હૉટ એક્ટ્રેસ વરસની ૪૩ મિલીયન ડૉલરની કમાણી સાથે ફૉર્બ્સની યાદીમાં ટૉપની પૉઝિશનમાં છે.
ફૉર્બ્સની યાદીમાં બીજા નંબર પર હૉલીવુડ એક્ટર એન્જેલિના જોલી છે. એટલે કે સોફિયાએ એન્જેલિનાને કમાણીના મામલે પાછળ પાડી દીધી છે. એન્જેલિનાનએ વરસની ૩૫.૫ મિલીયન ડૉલરની કમાણી કરી છે.
મૉર્ડન ફેમિલી એક એપિસૉડ માટે સોફિયા વેરગારાને ૫૦૦,૦૦૦ મિલીયન આપે છે. રિયાલિટી શૉ અમેરિકન ગૉટ ટેલેન્ટ માટે જજ તરીકે સોફિયાને દર સિઝનના ૧૦ મિલીયન ડૉલર મળે છે. મૉર્ડન ફેમિલી શૉએ એમી એવોર્ડ પણ પોતાના નામે કરી લીધો હતો, અને ૧૧ સફળતાપૂર્વક સિઝન બાદ છેવટે એપ્રિલમાં આ વર્ષે પુરો થઇ ગયો હતો.
આમ ફૉર્બ્સના લિસ્ટમાં વર્ષ ૨૦૨૦ માટે સૌથી વધુ કમાણી કરનારી એક્ટ્રેસના લિસ્ટમાં સોફિયા વેરગારા પ્રથમ નંબર પર છે, અને તેને સ્ટાર એક્ટ્રેસ એન્જેલિનાને પાછળ પાડી દીધી છે.