એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જોનાસનનો ખુલાસો…
મુંબઈ : બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જોનાસનું કહેવું છે કે, હોલિવુડમાં જ્યારે તેણે પોતાનું કરિયર બનાવવાનો પ્રયાસ કર્યો, તો પહેલા તેને પોતાના અભિમાનનો ત્યાગ કરવો પડ્યો હતો. બોલિવુડમાં પર્યાપ્ત લોકપ્રિયતા મેળવ્યા બાદ પ્રિયંકાએ લગભગ ૮ વર્ષ પહેલા હોલિવુડમાં પોતાનું કરિયર બનાવવાની શરૂઆત કરી હતી. વેરાયટી ડોટ કોમ સાથેની મુલાકાતમાં તેણે જણાવ્યું કે, જ્યારે મને અમેરિકા આવીને પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો તો, મને સૌથી પહેલા એ બાબત યાદ છે જે મને કરવી પડી હતી. તે એ કે, મને મારું અભિયાન ત્યાગ કરવો પડ્યો હતો.
તે આગળ જણાવે છે કે, મને દરેક વાત કહેવી પડતી હતી કે હું કોણ છું અને શું કરવા માંગું છું. અમેરિકન ફિલ્મોમાં કામ કરી રહેલા કેટલાક ઉત્કૃષ્ઠ ભારતીય કલાકારો હતા, જેમ કે ઈરફાન ખાન, તબ્બુ, અનુપમ ખેર, અમિતાભ બચ્ચન, અને સાથે જ મીન્ડી કલિંગ અને અઝીઝ અન્સારી જેવા કેટલાક ઈન્ડિયન અમેરિકન, પરંતુ એવુ કોઈ ઉદાહરણ ન મળ્યું, જે અમેરિકન સંસ્કૃતિમાં સામેલ થવા માટે બહારથી આવેલ ભારતીય પ્રવાસી હોય અને વૈશ્વિક મનોરંજનની દુનિયામાં પ્રવેશ કરવા માંગતુ હોય.
પ્રિયંકાએ ડિઝનીના એનિમેટેડ શો પ્લેન્સમાં એક વોઈસ આર્ટિસ્ટના રૂપમાં અમેરિકામાં ડેબ્યુ કર્યું હતું. તેના બાદ વર્ષ ૨૦૧૫માં ટીવી સીરિઝ ક્વાંટિકોમાં તે મુખ્ય પાત્રના રૂપમાં સામેલ થઈ. જેને લોકો દ્વારા પસંદ કરવામાં આવી. પ્રિયંકાએ પોતાના અભિનયની ઊંડી છાપ દર્શકોના માનસ પર છોડી. હજી સુધી તેની વિદેશમાં સારા કરિયરની સફળતા ચાલુ છે.