Charotar Sandesh
ગુજરાત

૧૩૫ તાલુકામાં વરસાદ : રાજ્યમાં આગામી ૫ દિવસ ભારે વરસાદની શક્યતા…

અમદાવાદ : રાજ્યમાં આજથી એટલે કે ૩૧ જુલાઇથી ૪ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ વચ્ચે ગત ૨૪ કલાકમાં રાજ્યના ૧૩૫ તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પંચમહાલના હાલોલમાં ૩ ઇંચ અને સુરેન્દ્રનગરના ચોટીલામાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના ૨૬ તાલુકામાં ૧ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યા પ્રમાણે રાજ્યમાં ૩૧ જુલાઈથી ૪ ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડી શકે છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પંથકમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Related posts

સુરતમાં ઇંજેક્શનની કાળાબજારી : કોરોનાથી બચવા લોકો રૂ. ૭૨૦ના આપી રહ્યા ૭૦૦૦…

Charotar Sandesh

કોંગ્રેસ હાઈકમાન્ડે ચૂંટણીઓને લઈ ગુજરાતના સિનિયર નેતાઓને જવાબદારી સોંપી..

Charotar Sandesh

ગાંધીનગર મનપાનું આજે પરિણામ : લોકોમાં ઉત્સુકતા કોણ મારશે બાજી

Charotar Sandesh