Charotar Sandesh
ગુજરાત

૧૫મી ઓગસ્ટે ડોક્ટર, નર્સ અને કોરોના વોરિયર્સની હાજરીમાં ધ્વજવંદન કરવું : કેન્દ્રીય ગૃહમંત્રાલયે…

કેન્દ્રીય ગૃહમંત્રાલયે તમામ રાજ્યોને પરીપત્ર મોકલ્યો…

ગાંધીનગર : દેશના રાજ્યો, જિલ્લા અને નીચેના સ્તરે ૧૫મી ઓગસ્ટની ઉજવણી સંદર્ભે કેંદ્રીય ગૃહ મંત્રાલયે પરીપત્ર જારી કર્યો છે. ઉજવણીમા મોટી સંખ્યામાં લોકો ભેગા ન થાય તેવી સુચના આપવામાં આવી છે. ટેકનોલોજીનો ઉપયોગ કરી ઉજવણી કરી શકાય છે. ડોક્ટર, નર્સ અને કોરોના વોરિયર્સની હાજરીમાં ધ્વજવંદન કરવું, તેમ પણ પરીપત્રમાં જણાવાયું છે.

કોરોનાને મ્હાત આપનારા લોકોને પણ હાજર ઉજવણીમાં હાજર રાખવા. સવારે ૯ વાગે મુખ્યમંત્રીએ ઉજવણી શરુ કરવી. એટલું જ નહીં, જીલ્લા અને નીચેના સ્તરે પણ ઉજવણી માટે નિયમો એજ રહેશે.

એટ હોમ કાર્યક્રમ કરવા અંગે રાજભવન નિર્ણય લેશે. જો એટ હોમ કાર્યક્રમ કરાય તો ત્યા પણ ફ્રંટ લાઇન વોરીયર્સ ને હાજર રાખવા અને સોશિયલ ડીસ્ટંસ જરુરી છે. આર્મી બેંડ વગેરે રુબરુ બોલાવવાના બદલે રેકોર્ડીંગ વગાડવું.

Related posts

ધો.૧થી ૫ના વર્ગો શરૂ કરવા સરકાર અને શિક્ષણ વિભાગની વિચારણા…

Charotar Sandesh

શક્તિપીઠ પાવાગઢ મંદિર ખુલતા જ ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કર્યા દર્શન…

Charotar Sandesh

વડાપ્રધાન મોદી ૨ ઑક્ટોબરે ગાંધીઆશ્રમની મુલાકાત લેશે : તૈયારીઓને આખરી ઓપ…

Charotar Sandesh