Charotar Sandesh
ઈન્ડિયા

૧૫ ઑક્ટોબરથી થિયેટરો, મલ્ટીપ્લેક્સ ખૂલશે : સરકારે એસઓપી જાહેર કરી…

૫૦ ટકા સિટિંગ કેપેસિટીની પરવાનગી,એક સીટ છોડીને બુકિંગ થશે…

થિએટરમાં કોરોના અવેરનેસ પર ૧ મિનિટની ફિલ્મ બતાવવી પડશે…

ન્યુ દિલ્હી : કોરોના વાયરસના પગલે આપવામાં આવેલ લૉકડાઉનમાં થિયેટરો, મલ્ટીપ્લેક્સ જેવા બધા સાર્વજનિક સ્થળોને બંધ કરવામાં આવ્યા હતા. હવે અનલૉકની પ્રક્રિયા દરમિયાન ધીમે ધીમે દરેક ગતિવિધિઓ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. હવે ૧૫ ઓક્ટોબરથી થિયેટરો, મલ્ટીપ્લેક્સ પણ ખુલવાના છે જેના માટે સરકારે એસઓપી જારી કરી છે જેમાં વાયરસથી બચવા માટે જરૂરી ઉપાય જણાવવામાં આવ્યા છે. દરેક જણે તેનુ પાલન કરવુ અનિવાર્ય છે.
આના પર કેન્દ્રીય સૂચના તેમજ પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે ગૃહ મંત્રાલયના નિર્ણય અનુસાર થિયેટર, મલ્ટીપ્લેક્સ ૧૫ ઓક્ટોબરથી ખુલશે. આરોગ્ય મંત્રાલયની સલાહથી સૂચના અને પ્રસારણ મંત્રાલયે એક માનક સંચાલન પ્રક્રિયા જારી કરી છે અને ૫૦ ટકા લોકોની અનુમતિ હશે. તેમણે કહ્યુ કે કોરોનાના સંદર્ભમાં જાગૃતિ નિર્માણ કરનારી એક મિનિટની ફિલ્મ કે અનાઉન્સમેન્ટ શોની પહેલા અને મધ્યાંતર પહેલા અને બાદમાં બતાવવી અનિવાર્ય છે બધી જગ્યાએ ટિકિટની ઑનલાઈન બુકિંગને પ્રોત્સાહિત કરવામાં આવશે.

કેવા નિયમોનું પાલન કરવું પડશે ?
– કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે કોન્ટેક્ટ નંબર આપવો પડશે.
– થર્મલ સ્ક્રીનિંગ થશે. માસ્ક પહેરવું ફરજિયાત રહેશે, અસિમ્પ્ટોમેટિક લોકોને જ એન્ટ્રી મળશે
– કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે
– ૫૦ ટકાથી વધારે બેઠક વ્યવસ્થા નહીં રાખી શકાય
– એક સીટ છોડીને જ બુકિંગ થઈ શકશે.
– ખાલી સીટની પાછળવાળી સીટ બુક થઈ શકશે.
– બાકીની સીટ પર નોટ ટૂ બી ઓક્યુપાઈડ લખવાનું રહેશે.
– કન્ટેનમેઈન ઝોનમાં થિયેટરોને અનુમતિ રહેશે નહીં.

Related posts

જમ્મુ-કાશ્મીરમાં જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બે આતંકી ઠાર…

Charotar Sandesh

લોન મોરેટોરિયમને બે વર્ષ સુધી લંબાવી શકાય છે : કેન્દ્રનું સુપ્રિમ કોર્ટમાં સોગંદનામું…

Charotar Sandesh

તમિલનાડુના કુડ્ડાલોરમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટઃ સાતના મોત

Charotar Sandesh