Charotar Sandesh
ગુજરાત

૧૬થી ૨૦ જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસુ બેસવાની શક્યતા, અનેક વિસ્તારમાં પડશે વરસાદ…

અમદાવાદ : અમદાવાદમાં ૧૭થી ૧૯ જૂન વચ્ચે વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદ ૩૯.૭ ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યુ હતું. ૧૬થી ૨૦ જૂન વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ચોમાસુ બેસવાની ધારણા છે.
અમદાવાદ રાજ્યમાં ૩૯.૭ ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યુ હતું. સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન ૩૯.૭ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૯.૧ ડિગ્રી નોંધાયું હતું. આગામી બે દિવસ દરમિયાન અમદાવાદ સહિત ઉત્તર-મધ્ય ગુજરાતમાં ગરમીનું જોર યથાવત રહ્યા બાદ ૧૬ જૂનથી વાતાવરણમાં પલટો આવશે.
હાલ પવનોની પેટર્ન જોતા ૧૭ જૂનની આસપાસ ઉત્તર-પૂર્વ અરબ સાગરની આસપાસ એક અપર એર સર્ક્‌યુલેશન સાથે ટ્રફ રચાવાની શક્યતા છે. જેને લીધે ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ વાતાવરણ રચાતા ગુરૂવારથી રવિવાર વચ્ચે અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, તેમજ ૨૦ જૂન સુધીમાં રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં ચોમાસુ બેસી જશે.

Related posts

રાજ્યમાં હોસ્પિટલોમાં ૭૦ ટકાથી વધુ બેડ ખાલી, ચિંતા કરવાની જરૂર નથી : નિતીન પટેલ

Charotar Sandesh

ચરોતર સહિત ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા હવે પોલીસ એક્શન મોડમાં, હવે SOPનો કડકથી અમલ કરાશે

Charotar Sandesh

ચેતજો : આજે ૩૧મી ડિસેમ્બરને લઈ રાજ્યમાં કોમ્બિંગ નાઈટનું આયોજન કરવા DGPએ સુચના આપી

Charotar Sandesh