Charotar Sandesh
બોલિવૂડ

૧૮ વરસની ઉંમરે એક બાબાએ મારો ફાયદો ઉઠાવવાની કરી હતી કોશિશ : અનુપ્રિયા ગોયનકા

અભિનેત્રી અનુપ્રિયા ગોયનકાનો ખુલાસો…

મુંબઈ : કેટલીય ફિલ્મો અને વેબ સીરીઝમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ અનુપ્રિયા ગોયનકા આ બૉબી દેઓલ સ્ટારર વેબ સીરીઝ આશ્રમને લઇને ચર્ચામાં છે. ફિલ્મ મેકર પ્રકાશ ઝાની આ વેબ સીરીઝમાં તેની કલાકારીની ખુબ પ્રસંશા કરવામાં આવી રહી છે. તેમને ખુલાસો કર્યો કે તેનો એક બાબા સાથે ખરાબ અનુભવ રહ્યો છે, તેની છાપ તેના મગજમાં લાંબા સમય સુધી રહી હતી. અનુપ્રિયા ગોયનકાએ એક ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું- મારા પિતા ખુબ આધ્યાત્મિક હતા, આધ્યાત્મિકતાની પરિભાષા અલગ અલગ હતી, આધ્યાત્મની મારી પરિભાષા એ છે કે જ્યારે તમે બ્રહ્માંડમાં વિશ્વાસ કરો છો, તો આપણા ઉપર કેટલીક બહારની શક્તિના અસ્તિત્વમાં વિશ્વાસ કરવો,
સારા વિચારો પર વિશ્વાસ કરવો અને વિશ્વાસ કરવો તે એક મોટી તાકાત છે, ઉર્જા કદાચ. મને વિશ્વાસ છે કે ત્યાં ભગવાન છે કેમકે મને સારુ લાગે છે. અનુપ્રિયા ગોયનકાએ આગળ કહ્યું- ઇશ્વર છે પરંતુ મારા માટે આધ્યાત્મનો અર્થ છે કે જીવનમાં કેટલાક સાર્થક કામ કરવામાં સક્ષમ છું. પરંતુ મારા પિતા માટે આધ્યાત્મ, હંમેશા એ બાબાને શોધવા વિશે અને જીવનમાં દરેક બીજા કામને છોડીને પોતાની જાતને તે આસ્થા માટે સમર્પિત કરી રહ્યાં છે. આ વાસ્તવમાં એક પરિવાર તરીકે બહુ નુકશાન પહોંચાડે છે. આને તેને એક પિતા તરીકે, એક પતિ તરીકે પોતાની જવાબદારીથી દુર કરી દીધા.
અનુપ્રિયા ગોયનકાએ આગળ કહ્યું- મારી પાસે એક આધ્યાત્મિક નેતાની સાથે એક અનુભવ હતો, જેને મારો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી અને એવુ પણ થઇ જાતુ કેમકે હુ ઉંમરમાં બહુ નાની હતી, તે કોઇ એવો વ્યક્તિ હતો જેના પર મને વિશ્વાસ થવા લાગ્યો હતો, તે વ્યવહારિક અને યોગ્ય લાગી રહ્યું હતુ. મારા આખા પરિવારે તેના પર ભરોસો કર્યો અને તેને ૧૭ કે ૧૮ વર્ષની ઉંમરમાં મારો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી અને મને લાંબા સમય સુધી ડરાવી. પરંતુ મે તેને ફાયદો ઉઠાવવા ના દીધો અને ત્યાંથી ભાગી નીકળી હતી.

Related posts

અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો, અભિષેક હજી પણ હોસ્પિટલમાં

Charotar Sandesh

ફિલ્મ ‘Tiger 3’ માં સલમાન ખાન અને કેટરીના કૈફ સાથે જોવા મળશે ઇમરાન હાશ્મી…

Charotar Sandesh

કાર્તિક આર્યનના સમર્થનમાં આવ્યા ડાયરેક્ટર અનુભવ સિન્હા…

Charotar Sandesh