Charotar Sandesh
વર્લ્ડ

૧૯મી સુધીમાં અમેરિકામાં તમામ પુખ્ત-વયનાંઓ કોરોના-રસીને પાત્ર…

USA : અમેરિકાના પ્રમુખ જૉ બાઈડને જાહેરાત કરી છે કે અમેરિકામાં તમામ પુખ્ત વયની વ્યક્તિઓને ૧૯ એપ્રિલ સુધીમાં કોરોનાવાઈરસ પ્રતિબંધાત્મક રસી લેવા માટે પાત્ર બનાવી દેવામાં આવશે. પ્રમુખ બાઈડને ગઈ કાલે વર્જિનિયા રાજ્યના એલેકઝેન્ડ્રિયાના રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ ઉપર મુજબની જાહેરાત કરી હતી. આ પહેલાં એમણે ૧-મેની ડેડલાઈન આપી હતી.

પોતે પ્રમુખ બન્યા એના પહેલા ૭૫ દિવસમાં જ અમેરિકામાં ૧૪ કરોડ કોવિડ-૧૯ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ૧૦૦મા દિવસે આ આંકડો ૨૦ કરોડ પર પહોંચાડવાનો એમનો લક્ષ્યાંક છે. એમણે અમેરિકાવાસીઓને અપીલ કરી છે કે રોગચાળાનો સામનો કરવા માટે તમામ સુરક્ષા પગલાં લેવાનું ચાલુ રાખે. આપણો દેશ હજી ‘ફિનિશ લાઈન’ પર આવ્યો નથી અને ૪ જુલાઈ પહેલાં વધારે ‘રોગ અને મુસીબત’નો અનુભવ થાય એવું બની શકે છે.

  • Naren Patel

Related posts

ફ્લોરિડા તરફ આગળ વધતું ડોરિયન તોફાન વધુ ભયંકર બન્યું…

Charotar Sandesh

ફિઝિક્સના નોબેલ પુરસ્કાર વિજેતા રોબર્ટ શ્રિફરનું ૮૮ વર્ષે નિધન…

Charotar Sandesh

બાઈડેન પ્રશાસનમાં ભારતીય મૂળના લોકોનો વધ્યો દબદબો…

Charotar Sandesh