મુંબઈ : ૨૦૨૦માં સૌથી વધુ સર્ચ સેલિબ્રિટીઓની યાદી જાહેર થઈ છે. જેમાં અભિનેતા સુશાંતસિંહ રાજપૂત પ્રથમ નંબરે છે જ્યારે તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી ત્રીજા ક્રમે છે. રિયા સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસની મુખ્ય આરોપી છે. બોલિવૂડ સેલિબ્રિટીઓની યાદીમાં અમિતાભ બચ્ચન નવમા સ્થાને છે જ્યારે કંગના રનૌત ૧૦મા સ્થાને છે.
પુરુષ સેલિબ્રિટીમાં સુશાંત અને અમિતાભ બાદ અક્ષય કુમાર, સલમાન ખાન, ઇરફાન ખાન, રિશી કપૂર, એસપી બાલા સુબ્રમણ્યમ, સોનુ સૂદ, અનુરાગ કશ્યપ અને અલ્લુ અર્જુનનો સમાવેશ થાય છે. સોનુ સૂદ કોરોના વાયરસ અને લોકડાઉન દરમિયાન મજૂરો અને વિદ્યાર્થીઓને તેમના ઘરે પહોચાડવા માટે ચર્ચામાં હતો. આ સિવાય સોનુએ ચેરિટી વર્કસ દ્વારા પણ લોકોના દિલ જીત્યા હતા.
મહિલા સેલિબ્રિટીઓની યાદીમાં કંગના બાદ દીપિકા પાદુકોણ (૧૨), સન્ની લિયોન (૧૪), પ્રિયંકા ચોપરા (૧૫) અને કેટરીના કૈફ (૧૬)નો સમાવેશ થાય છે. આ સિવાય નેહા કક્કર, કનિકા કપૂર, કરીના કપૂર ખાન અને સારા અલી ખાન પણ સૌથી વધુ સર્ચ કરેલી મહિલા સેલિબ્રિટીની યાદીમાં સામેલ છે.