-
કિસાન ક્રેડિટ કાર્ડ માટે રૂ. ૨ લાખ કરોડ, કૃષિ ક્ષેત્રોને પ્રોત્સાહન અને મજબૂત કરવા માટે ૧ લાખ કરોડની જાહેરાત,૮ જાહેરાતો કૃષિ સેકટર સાથે જોડાયેલા માળખાગત ઢાંચા પર કરાશેઃ નાણાં મંત્રી
-
લોકડાઉનમાં પીએમ કિસાન યોજના અંતર્ગત ૧૮,૭૦૦ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા : ખેડૂતોને વધુ સારા ભાવો મળે તે માટે એસેન્શિઅલ કોમોડિટી એકટ સુધારાશે,ફૂડ એન્ટરપ્રાઇઝ માઇક્રો સાઇઝ માટે ૧૦ હજાર કરોડ આપશે સરકાર : નાણા મંત્રી
ન્યુ દિલ્હી : કોરોના લોકડાઉનથી અર્થતંત્રને થયેલી ગંભીર અસરમાંથી દેશને ઉગારવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા ૨૦ લાખ કરોડના ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ પેકેજના ત્રીજા તબક્કામાં આજે નાણાં મંત્રી નિર્મલા સીતારામને કૃષિ, ડેરી, પશુ સંવર્ધન, માછીમારી, ફૂડ પ્રોસેસીંગ ઉદ્યોગ માટે રાહતો જાહેર કરી હતી. ખેતીવાડી માટે ૧૧ મુદ્દાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
ખેડૂતો પૂર, દુષ્કાળનો સામનો કરે છે. ભારતમાં સૌથી વધુ દૂધનું ઉત્પાદન થાય છે. માછીમારી ઉફત્પાદનમાં પણ ભારત આગળ છે. ખેડૂતોના કલ્યાણ માટે મોદી સરકારે અત્યારસુધીમાં અનેક વિવિધ પગલા ભર્યા છે. છેલ્લાં બે મહિનામાં ખેડૂતોના ખાતામાં ૨-૨ હજાર જમા કરવામાં આવ્યાં છે. ૭૪૩૦૦ કરોડના કૃષિ ઉત્પાદનો ટેકાના ભાવે ખરીદવામાં આવ્યાં છે.
લોકડાઉનમાં દૂધની ખપત ૨૦થી ૨૫ ટકા ઘટી છે. દૂધને ફેંકી દેવાની ફરજ પડી છે. એમ કહીને તેમણે કહ્યું કે તેમ છતાં ૩૬૦ લાખ લીટર દૂધની ખરીદી સામે ૫૬૦ લાખ લીટર દૂધ ખરીદીને ૨ કરોડ ખેડૂત-પશુપાલકોને ૫ હજાર કરોડની મદદ આપવામાં આવ્યાં છે.
એક લાખ કરોડના ફંડની રચના ખેડૂતોને વિકાસ માટે કરવામાં આવી છે. કૃષિ ઉત્પાદનને રાખવા માટે કોલ્ડ ચેન અને આંતરમાળખાકિય સુવિધા માટે વપરાશે. લોકલ ઉત્પાદને ને ગ્લોબલ સુધી પહોંચાડવા માટે ફૂડ એન્ટરપ્રાઇઝ માટે ૧૦ હજાર કરોડનું ફંડ રચાશે. પૂર્વોત્તરના વાંસ ઉદ્યોગને પણ લાભ મળશે. ૨ લાખ એકમોને લાભ મળશે. જેની સાથે જોડાયેલા લાખો લોકોને રોજગારી મળશે.
પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ ૫૫ લાખ લોકોને રોજગારી મળશે.૨૦ હજાર કરોડ ફાળવાશે. માછીમારોને તેનો લાભ મળશે. નવી હોડી ખરીદવા લોન મળશે. પાંચ વર્ષમાં ૭૦ લાખ ટન માછીમારીનું ઉત્પાદન થશે. ૧ લાખ કરોડની નિકાસ થશે.
પશુઓના રસીકરણ માટે ૧૦૦ ટકાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે. તમામ પશુઓનું રસીકરણ કરાશે.૧૩ હજાર કરોડ કરતાં વધારે રકમ ફાળવાઇ છે. ભારતમાં સૌથી વધુ પશુધન છે.
ડેરી ઉદ્યોગના વિકાસ માટે ૧૫ હજાર કરોડ ખર્ચાશે. જે પશુ સંવર્ધન માટે પણ વપરાશે.હર્બલ ખેતી માટે ૪ હજાર કરોડની યોજના જાહેર કરવામાં આવી છે. ૧૦ લાખ હેક્ટરમાં હર્બલ ખેતી થશે. ૫ હજાર કરોડની આવક ખેડૂતોની થશે. લોકડાઉનમાંકોરોનાથી બચવા માટે હર્બલ પ્રોડક્ટ પર ભાર મૂકાયો છે. ગંગાના કિનારા વિસ્તારમાં પણ હર્બલ ખેતી થશે. મધમાખી ઉછેર માટે ૫૦૦ કરોડની યોજના જાહેર કરવામાં આવી છે., ૨ લાખ મધમાખીપાલકોને લાભ મળશે.
બટાટા-ટમાટા-ડુંગળીના ઉછેર માટે ૫૦૦ કરોડની યોજના છે. ૬ મહિના માટે પાયલોટ યોજના છે. ફળફળાદિનો પણ તેનો લાભ મળશે.
કૃષિ ઉપજના પૂરવઠાને પહોંચાડવા માટે ખેડૂતોના હિતમાં આવશ્યક સેવા કાયદામાં સુધારો કરાશે. ખેડૂતો તેનો માલ નિયત મંડીના બદલે પસંદગીના સ્થળે વેચી શકે તે માટે કેન્દ્રીય કાયદામાં સુધારો કરાશે. નિયંત્રણો દૂર કરાશે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે. આવક બમણી થશે. ખેતબજાર સેક્ટરમાં ફેરફાર થશે. ખેડૂત કોઇપણ રાજ્યમાં માલ વેચી શકશે.
સરકાર દ્વારા કરાયેલી જાહેરાતોઃ-
– શાકભાજી સ્ટોરેજ-વહન માટે ૫૦ ટકા સબસિડી, ડેરી પ્રોસેસિંગમાં ખાનગીકરણ તરફ નજર
– ૫ વર્ષમાં ૭૦ લાખ ટન માછલીઓનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક.
– મધુમાખી પાલન યોજના માટે ૫૦૦ કરોડની જાહેરાત, ૨ લાખ લોકોને થશે લાભ.
– જન ઔષધી ખુબ જ ઉપયોગી સાબિત થશે.
– હર્બલ અને મેડિસિન ખેતી માટે સરકારની જાહેરાત, ૪ હજાર કરોડ રૂપિયાની ફાળવણી.
– ૫૩ કરોડ પશુઓનું રસીકરણ કરવામાં આવશે,૧૩ હજાર કરોડની ફાળવણી.
– પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માટે ૨૦ હજાર કરોડની જાહેરાત. તેમાં સમુદ્રી અને અંતર્દેશીય મત્સ્ય પાલન માટે વધુ ૯૦૦૦ કરોડ રૂપિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ફાળવવામાં આવ્યા.
– કેસર, મસાલા, હળદર, મરચા માટે ક્લસ્ટર બનાવવામાં આવશે.
– માછીમારી માટેનાવહાણો-સાધનો આપવામાં આવશે જેનાથી ૫૫ લાખ માછીમારોને લાભ થશે.
– પ્રધાન મંત્રી મત્સ્ય સંપદા યોજના માટે ૨૦,૦૦૦ કરોડનું ફંડ , ૫૫ લાખ લોકોને રોજગારી મળશે
-બે લાખ નાના ફૂડ સાહસો ને ટેક્નિકલ અપગ્રેડેશન સહિતની સહાય માટે ૧૦,૦૦૦ કરોડની સ્કીમની જાહેરાત
-૧૫,૦૦૦ કરોડનું પશુ સંવર્ધન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ જાહેર , ડેરી પ્રોસેસિંગ સહિતની બાબતોમાં ખાનગી રોકાણમાં સહાય કરાશે
-ઔષધીય વનસ્પતિઓ ઉછેર માટે ૪,૦૦૦ કરોડની ફાળવણી, બે વર્ષમાં ૧૦ લાખ હેક્ટર જમીનને આવરી લેવાશે
-ગંગા નદીની સમાંતર ૮૦૦ હેકટરમાં નેશનલ મેડિસીનલ પ્લાન્ટ્સ બોર્ડ દ્વારા ઔષધીય વનસ્પતિઓનો કોરિડોર બનાવાશે
-મધમાખી ઉછેર કરતા બે લાખ વ્યવસાયિકોની આવક વધારવા મધમાખી ઉછેર કેન્દ્ર સ્થાપવા તથા કલેક્શન, માર્કેટિંગ સહિતની સહાય માટે ૫૦૦ કરોડની ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સ્કીમનો અમલ કરાશે
-ટામેટા, બટાટા, ડુંગળી માટેના ઓપરેશન ગ્રીનનો લાભ તમામ શાક અને ફળો માટે અપાશે , પરિવહન, સ્ટૉરેજ માટે ૫૦-૫૦ ટકા સબસિડી સહિતના લાભ માટે ૫૦૦ કરોડની ફાળવણી
-ખેડૂતોને બહેતર ભાવો મળે તે માટે એસેન્શિઅલ કોમોડિટી એકટ સુધારાશે , ધાન્ય પાકો, તેલીબિયાં, દાળો, ડુંગળી, બટાટાને ડિરેગ્યુલેટ કરાશે
-ખેડૂતોને આકર્ષક ભાવે ઉત્પાદનો વેચવા પૂરતા વિકલ્પો મળે, આંતરરાજ્ય વેચાણમાં સરળતા, ઇ ટ્રેડિંગની સવલત સહિતના વિકલ્પો મળે તે માટે એક કેન્દ્રીય કાયદો આવશે
– લોકડાઉનમાં વધુ દૂધ ખરીદીને ૨ કરોડ ખેડૂત-પશુપાલકોને ૫ હજાર કરોડની મદદ આપવામાં આવી
– ડેરી ઉદ્યોગના વિકાસ માટે ૧૫ હજાર કરોડ
– હર્બલ ખેતી માટે ૪ હજાર કરોડની યોજના જાહેર , મધમાખી ઉછેર માટે ૫૦૦ કરોડની યોજના જાહેર