..તો જૂનના અંત સુધીમાં કેસોની સંખ્યા ૫ લાખ પર પહોંચી જશે…!
કોરોનાના કુલ કેસ વધીને ૩,૩૨,૪૨૪ થયા, જેમાંથી ૧૫૩૧૦૬ એક્ટિવ કેસ, જ્યારે ૧૬૯૭૯૮ લોકો ડિસ્ચાર્જ, અત્યાર સુધી ૯૫૨૦ લોકોના મોત નિપજ્યા
નવેમ્બરમાં કોરોના પીક પર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી,રેલવે સંક્રમિતોની સારવાર માટે મોડિફાઇડ કોચ આપશે
તમિલનાડુના ૪ જિલ્લામાં ૧૯થી ૩૦ જૂન સુધી લોકડાઉન,૨૦ સૌથી સંક્રમિત શહેરોના લિસ્ટમાંથી ભોપાલ બહાર,કોરોના સંક્રમિત થવાના ડરથી એક અધિકારીએ આપઘાત કર્યો
ન્યુ દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે સોમવારે સવારે પૂરા થયેલા છેલ્લાં ૨૪ કલાક દરમ્યાન ફરીથી ૧૧ હજાર કરતાં વધુ કેસો બહાર આવ્યાં હતા. અને ૩૧૧ લોકોના મોત થયા હતા. . આ સાથે દેશમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૩,૩૨,૪૨૪ થઇ ગઇ છે. આ પૈકી ૧ લાખ ૪૯ હજાર ૩૪૮ સક્રિય કેસ છે, ૧ લાખ ૬૨ હજાર ૩૭૯ લોકૉ સાજા થઈ ગયા છે. અને કુલ ૯,૧૯૫ લોકોના મોત થયા છે. તો બીજી બાજુ તમિલનાડુના ચાર જિલ્લા ચૈન્નાઈ, તિરુવલ્લુવર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુમાં ૧૯થી૩૦ જૂન સુધી લોકડાઉન લાગુ કરાયું છે.
સૂત્રોએ કહ્યું કે, દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો કાળો અને વિકરાળ કેર સતત વધી રહ્યો છે. બે મહિનાના લોકડાઉન બાદ આપવામાં આવેલી છૂટછાટના પગલે કોરોનાનો કહેર દિવસેને દિવસે ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. મંત્રાલયના આંકડા મુજબ સોમવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને ૩૩૨૪૨૪ સુધી પહોંચી ગયા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૧૫૦૨ નવા કેસ સાથે કોરોનાનો અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે.
જોકે, ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સાજા થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૫૧.૦૭ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૪૧૯ લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૧૬૯૭૯૮ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે.
કોરોના કેસોમાં દર પાંચ દિવસની અંદર લગભગ ૧૦૦૦નો વધારો થઈ રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં સતત ૧૧ હજારથી વધારે સંક્રમિત લોકો વધી રહ્યા છે. ૨-૩ દિવસમાં આ સંખ્યા ૧૧ થી ૧૨ હજારના દરે વધવાનું અનુમાન છે. રવિવારે ૧૧,૯૨૯ નવા કેસ સામે આવ્યા હતા. તે સાથે જ હવે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૩.૩૨ લાખ થઈ ગઈ છે.એક અનુમાન છે કે જો કોરોનાનો ગ્રાફ આવી રીતે જ વધતો રહેશે તો જૂનના અંત સુધી સંક્રમિતોની સંખ્યા ૫ લાખ પર પહોંચી શકે તેમ છે. દિલ્હીમાં ત્રીજા દિવસે પણ ૨ હજારથી વધુ પોઝિટિવ નોંધાયા છે. ,આવતી કાલથી દિલ્હીના આનંદવિહાર સ્ટેશન પર રેલવે કોચમાં ઇલાજ શરૂ થશે
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૩,૩૨ લાખ થઇ ગઇ છે. રવિવારે દિલ્હીમાં ૨૨૨૪ નવા કેસ નોંધાયા હતા અને ૫૬ લોકોના મોત થયા હતા. દિલ્હીમાં કોરોના દર્દીઓની સંખ્યા ૪૧ હજાર પાર થઇ ગઇ છે. અહીં સારવાર હેઠળના સક્રિય કેસ ૨૪ હજાર ૩૨ છે. મહામારીના લીધે અત્યારસુધી ૧૩૨૭ લોકોના મોત થયા છે. દિલ્હીના આનંદવિહાર સ્ટેશન પર રેલવેના આઇસોલેશન કોચમાં દર્દીઓની સારવાર થશે. આ સ્ટેશન પરથી જનારી ટ્રેન હવે જુની દિલ્હી રેલવે સ્ટેશન પરથી ઉપડશે.
શનિવારે લદ્દાખમાં ૧૯૮ કેસ આવ્યા હતા. તે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે અને કુલ સંક્રમિતોનો ૪૫ ટકા છે. અત્યાર સુધીમાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં ૪૩૭ કેસ સામે આવ્યા છે.
નવેમ્બરમાં કોરોના પીક પર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ૈંઝ્રસ્ઇના ઓપરેશન્સ રિસર્ચ ગ્રુપના અભ્યાસ પ્રમાણે, લોકડાઉનના કારણે દેશમાં કોરોના વાઇરસનો પીક ટાઈમ ૩૪ થી ૭૬ દિવસ શિફ્ટ થયો છે. હવે પીક એટલે કે મહત્તમ કેસો નવેમ્બરના મધ્યમાં આવવાની શક્યતા છે અને તે વખતે ૈંઝ્રેં બેડ-વેન્ટીલેટરની અછત સર્જાય તેવી પણ આશંકા સત્તાવાળાઓ વ્યક્ત કરી રહ્યાં છે.
કોરોનાના કેસો વધતાં રેલવેએ સંક્રમિતોની સારવાર માટે પોતના મોડિફાઇડ કોચ આપવાનો નિર્ણય કર્યો છે. જે હેઠળ ઉત્તરપ્રદેશમાં ૭૦, દિલ્હીમાં ૫૪, તેલંગાણામાં ૬૦ અને આંધ્રપ્રદેશમાં ૨૦ આઈસોલેશન કોચ આપવામાં આવશે.. દિલ્હીમાં આ કોચ આનંદ વિહાર સ્ટેશન સકૂરબસ્તી મેન્ટેનેન્સ ડેપોમાં હશે.
તેલંગાણા સરકારની એક માહિતીમાં જણાવ્યા પ્રમાણે, ૨૩ પત્રકારોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં કુલ ૬૦ મીડિયાકર્મી મહામારીના સંકજામાં આવી ચુક્યા છે. જેમાંથી એકનું મોત થયું છે.
મેના છેલ્લા સપ્તાહમાં લગભગ એક લાખ ટેસ્ટ દરરોજ કરાઈ રહ્યા છે. જૂનના પહેલા સપ્તાહમાં ૧.૪૦ લાખ ટેસ્ટ કરાયા હતા. હવે તેની સંખ્યા વધારીને ૧.૫૦ લાખ કરી દેવાઈ છે
દેશના ૨૦ સૌથી સંક્રમિત શહેરોના લિસ્ટમાં હવે મધ્યપ્રદેશનું માત્ર ઈન્દોર શહેર બચ્યું છે. ઈન્દોર ૭માં નંબરે છે. ભોપાલ બહાર થઈ ગયું છે. પહેલા ભોપાલ ૧૧માં અને ઈન્દોર ચોથા નંબરે હતું. રિકવરી રેટમાં પણ મધ્યપ્રદેશની આગળ માત્ર રાજસ્થાન છે. મધ્યપ્રદેશમાં દર્દીઓનો રિકવરી રેટ ૭૧.૧% અને રાજસ્થાનમાં ૭૫.૩% છે.