અત્યાર સુધીમાં સિઝનનો ૪૨.૭૬% વરસાદ વરસ્યો…
અમદાવાદ : રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૮૧ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ગાંધીનગર સ્થિતિ રાજ્યના ઇર્મજન્સી ઑપરેશન સેન્ટરમાં નોંધાયેલા આંકડા મુજબ આ ૨૪ કલાક દરમિયાન ૨૭ જિલ્લામાં સૌથઈ વધુ મહેસાણાના ખેરાલુમાં વરસાદ નોંધાયો છે. ૨૪ કલાકમાં મહેસાણા જિલ્લાના ખેરાલુમાં ૩ ઇંચ વરસાદ વરસ્યો છે.
દરમિયાન ૨૪ કલાકમાં ખેરાલુમાં ૩ ઇંચ, સિદ્ધપુર પાટણમાં પોણા ત્રણ ઇંચ, સુરેન્દ્રનગરના વઢવાણમાં પોણા ત્રણ ઇંચ, સુરેન્દ્રનગરના ચુડામાં ૫૪ એમ.એમ, પાટણના રાધનપુરમાં ૪૬ એમએમ, બનાસકાંઠાના દિયોદરમાં ૩૯ એમ.એમ. પાટણ શહેરમાં ૩૬ એમ.એમ વરસાદ વરસ્યો છે.
જ્યારે છોટાઉદેપુરના ક્વાંટમાં ૩૧ એમ.એમ. પાટણના સરસ્વતીમાં ૩૦ એમ.એમ. જૂનાગઢનાં વંથલીમાં ૨૯ એમ.એમ. નર્મદાના સાગબારામાં ૨૮ એમ.એમ. પાટણના સાંતલપુરમાં ૨૭ એમ.એમ.જામનગના કાલાવાડમાં ૨૭ એમ.એમ. રાજકોટના જેતુપરમાં ૨૩ એમ.એમ. જૂનાગઢના ભેસાણમાં ૨૨ એમ.એમ. તેમજ ડાંગના સુબીર, આહવા, ભરૂચના હાંસોટ, જામનગરના જામજોધપુર, સુરેન્દ્રનગરના સાયલામાં ૨૧ એમ.એમ. વરસાદ થયો છે. જ્યારે અન્ય ૬૧ તાલુકામાં ૧થી ૧૬ એમએમ વરસાદ નોંધાયો છે.
દરમિયાન અત્યારસુધીમાં રાજ્યમાં સિઝનનો ટોટલ ૪૨.૭૬ ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં ૨૫૧ તાલુકામાંથી ૧૦૨ તાલુકામાં ૨૫૧-૫૦૦ એમએમ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના ૮૬ તાલુકાાં ૧૨૬-૨૫૦ એમ.એમ. વરસાદ વરસ્યો છે.