Charotar Sandesh
ઈન્ડિયા

૨૪ વર્ષથી ફરાર દાઉદના ખાસ સાગરિતને ગુજરાત એટીએસએ ઝારખંડથી ઝડપી પાડ્યો…

રાંચી : ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. એટીએસે અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમના સાગરિત માઝિદ કુટ્ટીને ઝારખંડથી ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા ૨૪ વર્ષથી ફરાર હતો. તે દાઉદ ઇબ્રાહિમનો ઘણો જ અંગત માનવામાં આવે છે. ગુજરાત એટીએસે આ પહેલા દાઉદ ઇબ્રાહિમનો જમણો હાથ માનવામાં આવતો બાબુ સોલંકીની પણ ધરપકડ કરી હતી. મળતી માહિતી પ્રમાણે, ૨૩ ડિસેમ્બર ૧૯૯૬ના દિવસે મહેસાણાની દૂધસાગર ડેરી પાસે બોમ્બે ગેસ્ટ હાઉસ પર દરોડા દરમિયાન ચાર કિલો આરડીએક્સ, ૧૧૫ પિસ્તોલ, ૭૫૦થી વધારે કાટ્રીજ અને ૧૦ ડેટોનેટર મળ્યા હતા. આ દરોડા દરમિયાન મળેલી પિસ્તોલ અને બુલેટ્‌સ પાકિસ્તાનમાં બનેલી હતી.
હથિયારોનો આ જથ્થો રાજસ્થાનના બાડમેર સીમાથી ભારત મોકલવામાં આવ્યો હતો. જેને મુંબઇ અને અમદાવાદ મોકલવાના હતા. આપને જણાવી દઇએ કે, આ દરોડા બાદ માઝિદ કુટ્ટી મલેશિયા જતો રહ્યો હતો. છેલ્લા ૨૪ વર્ષથી માઝિદ મલેશિયામાં જ હતો. પરંતુ ગુજરાત એટીએસને નકલી પાસપોર્ટના આધારે તેના પરત ફરવાની ખબર મળી હતી. આરોપી ૨૦૧૯માં ભારત પાછો ફર્યો હતો અને ઓળખ સંતાડીને રહેતો હતો. આ અંગેની ગુજરાત એટીએસને જાણકારી મળી હતી. જેથી તેને ઝારખંડથી પકડી પાડવામાં આવ્યો છે.
થોડા સમય પહેલા ગુજરાત એટીએસએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના જમણા હાથ ગણાતા બાબુ સોલંકીની પણ ધરપકડ કરી લીધી હતી. બાબુ સોલંકી મૂળ મહેસાણાના ઊંઝાનો છે અને હાલમાં મુંબઈમાં રહેતો હતો. બાબુ સોલંકી એટીએસ દ્વારા ૨૦૦૬મા દાખલ કરવામાં આવેલા એક ગેન્ગવોરના કેસમાં વોન્ટેડ હતો અને ત્યારબાદ તે ૧૪ વર્ષથી નાસતો ફરતો હતો.

Related posts

ભાજપના વરિષ્ઠ નેતા શાંતા કુમારનું મોટું નિવેદન સોનિયા ગાંધીએ ૨૦૦૪ના પરિણામો યાદ રાખવા માટેની વાત કહી તે ખોટી નથી

Charotar Sandesh

Covishield વેક્સિને Covaccineથી વધારે એન્ટીબોડી બનાવી : અભ્યાસ

Charotar Sandesh

આવનારા થોડા દિવસોમાં જ દેશવાસીઓને મળશે કોરોના રસી : ડો.હર્ષવર્ધન

Charotar Sandesh