સીબીડીટીની ૧૭ કરોડ લોકોને ચેતવણી…
ન્યુ દિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા દેશના ૧૭ કરોડ લોકોને ચેતવણી આપવામાં આવી છે. બોર્ડે કહ્યુ છે કે, ૩૧ માર્ચ સુધીમાં આ ૧૭ કરોડ પાન કાર્ડને જો આધાર સાથે લિન્ક કરવામાં નહી આવે તો પાન કાર્ડને રદ કરી દેવાશે.બોર્ડના કહેવા પ્રમાણે અત્યાર સુધીમાં ૩૦ કરોડ પાન કાર્ડ આધાર સાથે લિન્ક થઈ ચુક્યા છે.જ્યારે ૧૭ કરોડ બીજા કાર્ડને લિન્ક કરવાના બાકી છે.
આ કાર્ડ ધરાવનારાઓ માટે ૩૧ માર્ચ સુધી આધાર કાર્ડ સાથે લિન્ક કરવાનો સમય છે.ઈનકમ ટેક્સની કલમ ૧૩૯ પ્રમાણે એક જુલાઈ ૨૦૧૭ સુધી જે લોકા પાસે પાન કાર્ડ છે અને આધાર કાર્ડ પણ છે તેમણે આ અંગે ઈનમક ટેક્સ વિભાગને જાણકારી આપવી પડશે.
આધાર અને પાન કાર્ડને લિન્ક કરવા માટેની સમય મર્યાદા અગાઉ વારંવાર વધારવામાં આવી ચુકી છે.હવે ૩૧ માર્ચની છેલ્લી સમય મર્યાદા આપવામાં આવી છે. ઈનકમટેક્સની વેબસાઈટ પર આધાર લિન્કનો ઓપ્શન અપાયેલો છે.જેના પર ક્લિક કરીને આધાર કાર્ડ લિન્ક કરાવી શકાય છે.