લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત – ચીન સૈનિકો વચ્ચે હિંસક અથડામણ : એક ભારતીય ઓફિસર સહિત ૩ જવાનો શહીદ…
નાલાયક ચીનના કેટલાક સૈનિકો પણ મર્યા : ઘટનાના દેશમાં પડઘા : ચીનનું જુઠાણુ… ભારતીય સૈનિકોએ સીમા પાર કરી…
નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે લાઇન ઓફ એકચુઅલ કંટ્રોલ પર તણાવ વધી ગયો છે. ગલવાન ઘાટી પર ગઇકાલે રાતે ભારતીય જવાનો અને ચીની જવાનો વચ્ચે હિંસક મારામારી થતા ભારતીય સેનાના એક અધિકારી અને બે જવાન શહીદ થયા. ૭૦ના દાયકા બાદ પ્રથમવાર LAC પર ભારતીય જવાનોની શહીદી જોવા મળી. પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનની વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ ઘટના બાદ ચીની વિદેશ મંત્રાલયનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. બીજિંગે ઉલ્ટું ભારત પર ઘુસણખોરી કરવાનો આરોપ મુકયો છે તેમજ ચીનના કેટલાક સૈનિકો મર્યા છે તેવું જણાવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા સમયથી લદ્દાખમાં ચાલી રહેલો વિવાદ હવે વધુ વિકરી ગયો છે. સોમવારે રાત્રે બંને દેશોની સેનાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ છે. આ અથડામણમાં ભારતીય સેનાના ઓફિસર અને બે જવાન શહીદ થઈ ગયા છે. ગલવાન ઘાટીમાં બંને સેનાઓને પાછળ હટવા માટેની પ્રક્રિયા દરમિયાન બંને દેશના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ભારતીય સેનાના એક અધિકારી અને બે જવાનો શહીદ થઈ ગયા છે. ચીની જવાનો પણ માર્યા ગયા હોવાની પણ જાણકારી મળી રહી છે. જોકે, કેટલા જવાનોના મોત નિપજ્યા છે તે અંગે કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો.
પ્રાપ્ય જાણકારી પ્રમાણે એલએસી પર સોમવારે રાત્રે લગભગ બેથી ત્રણ કલાક સુધી બંને દેશોના જવાનો વચ્ચે અથડામણ ચાલી હતી. સીમા પર ભારત અને ચીન વચ્ચે કમાન્ડર લેવલની ચર્ચા દરમિયાન તણાવ વધી રહ્યો છે. સોમવારે રાત્રે બંને સેનાઓ વચ્ચે થયેલા વિવાદમાં ભારતને ઘણું નુકશાન થયું હતું. નોંધનીય છે કે 1962 બાદ પહેલી વખત ભારત-ચીન વચ્ચે કોઈ સૈનિક શહીદ હોવાનો મામલો સામે આવ્યો છે.