Charotar Sandesh
ઈન્ડિયા

૮૦ ટકા લોકો લૉકડાઉનમાં પણ હપ્તો ભરવા માંગે છેઃ એસબીઆઇ ચેરમેન

ન્યુ દિલ્હી : લોકડાઉનના કારણે અર્થવ્યવસ્થા પર થયેલી ગંભીર અસર બાદ ભલે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ લોકોને ત્રણ મહિના સુધી ઈએમઆઈનુ પેમેન્ટ નહી કરવા માટે(મોરેટોરિયમ) છુટ આપી હોય પણ તેમાં લોકો રસ બતાવી રહ્યા નથી.
દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈએ જાહેર કરેલા આંકડા પ્રમાણે બેંકમાંથી લોન લેનારા ગ્રાહકો પૈકી માત્ર ૨૦ ટકાએ જ આ વિકલ્પને પસંદ કર્યો છે. બાકીના ૮૦ ટકા લોકડાઉનમાં પણ હપ્તો ભરવા માંગે છે.
એસબીઆઈના આંકડા એવા સમયે આવ્યા છે જ્યારે આરબીઆઈ દ્વારા ઈએમઆઈ નહી ભરવા માટેની છુટ ૩૧ ઓગષ્ટ સુધી લંબાવી છે. આ પહેલા આ સુવિધા ૩૧ મે સુધી હતી.
એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે કહ્યુ હતુ કે, મોરેટોરિયમ સુવિધા અપનાવનાર ગ્રાહકો બહુ ઓછા છે.જે લોકોએ આ વિકલ્પ પસંદ કર્યો છે તેમાંથી પણ બધા કેશના સંકટનો સામનો નથી કરી રહ્યા. તેમાંના ઘણાએ સ્ટ્રેટેજીના ભાગરુપે આ વિકલ્પ પસંદ કર્યો છે.
તેમણે લોન લેનારા ગ્રાહકોને સલાહ આપી છે કે, જો રોકડની તંગી ના હોય તો તમે તમારા હપ્તા ચુકવી દો.

Related posts

સરકાર પોતાને મત નહિ આપનારાઓનું પણ ધ્યાન રાખે : પ્રણવ મુખરજી

Charotar Sandesh

ભાજપની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત : મોદી, અડવાણી જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Charotar Sandesh

પુલવામા હુમલા પર રાજનીતિ કરનારાને દેશ ક્યારેય માફ નહીં કરે : વડાપ્રધાન મોદી

Charotar Sandesh