Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં ૧૦૮ સતત દોડતી રહી : છેલ્લા ર૪ કલાકમાં જાણો કેટલા કેસમાં એમ્બ્યુલન્સ દેવદૂત બની

આણંદ જિલ્લામાં ૧૦૮

જિલ્લામાં ઉત્તરાયણના દિવસે ૧૦૮ની ટીમ સતત દોડતી રહી, એક દિવસમાં ૭૮ કેસમાં સારવાર અપાઇ

આણંદ : ઉત્તરાયણ પર્વમાં ઘણા અકસ્માતો સર્જાતા હોઈ છે, જેને લઈ ૧૦૮ની સેવા મળી રહે તે માટે સતર્ક રહી હતી. આણંદ જિલ્લામાં ઉત્તરાયણના દિવસે પતંગની દોરીને કારણે ગળું કપાયાની ૬ ઘટનાઓ સામે આવી છે. આવા બનાવોને પગલે દેવદૂત સમી બની રહેલી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સમગ્ર જિલ્લામાં સતત દોડતી જોવા મળી હતી.

જિલ્લામાં માત્ર ૨૪ કલાકમાં વિવિઘ ૭૮ કેસ માટે એમ્બ્યુલન્સ દેવદૂત બની હતી

જેમાં વિદ્યાનગરમાં શિવાંગીબહેન સોલંકી (ઉ.વ.૨૨), આણંદના ગોપી સિનેમા પાસે ૧૬ વર્ષિય કિશોર, રૂણજ દરવાજા ફળીયામાં રહેતા અશોકભાઈ પરમાર (ઉ.વ.૩૨), આણંદના યુવક, પણસોરાના પોપટભાઈ ચુનારા (ઉ.વ.૨૮) ઘવાયાં હતાં.

છેલ્લા ર૪ કલાકમાં આ દિવસે માર્ગ અકસ્માતમાં ૨૦, પડી જવામાં ગળા કપાવા સહિત ૧૨, પ્રસુતિની ડિલીવરીના ૩૨ અને છાતીમાં દુઃખાવો સહિતની ઇમરજન્સી માટે ૧૪ કેસ મળી કુલ ૭૮ કેસ માટે ૧૦૮ની એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સની આ તાત્કાલિક સેવાભાવના અને ફરજ નિષ્ઠાની નાગરિકોમાં ખૂબ સરાહના થઈ રહી છે.

Other News : આણંદમાં વીજળી ડુલ થતાં MGVCLની પોલ ખુલી : એકશન પ્લાન માત્ર કાગળ પર : કસ્ટમર કેર નંબર જાહેર

Related posts

આણંદના યુવાનનું અમેરિકામાં કોરોનાથી મોત થતાં પરિવારજનોમાં આઘાત…

Charotar Sandesh

CM ભૂપેન્દ્ર પટેલે બોરસદ તાલુકામાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતીની સંપૂર્ણ વિગતો મેળવી

Charotar Sandesh

ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ અંતર્ગત પેટલાદની સિવિલ હોસ્પિમાં ડાયાલિસીસ વિભાગનું ઈ-લોકાર્પણ

Charotar Sandesh