Charotar Sandesh
ગુજરાત

CM ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૪મો ‘ગૌરવવંતા ગુજરાતી’ એવોર્ડ સમારંભ યોજાયો

CM ભુપેન્દ્ર પટેલ

બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ અને અભિનેત્રી તારા સુતરિયા ઉપસ્થિત રહેલ

અમદાવાદ : સીએમ ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૪મો ‘ગૌરવવંતા ગુજરાતી’ એવોર્ડ સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતીઓ સમગ્ર વિશ્વભરમાં છવાયેલા છે, કોઈ ક્ષેત્ર એવું નહીં હોય જ્યાં ગુજરાતીઓ અવ્વલ નહીં હોય. સીએમ ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ફિલ્મ અને ટૂરિઝમ ક્ષેત્રમાં ગુજરાત આજે નવી ઊંચાઈઓ પર આંબી રહ્યું છે. આજે ગુજરાતમાં અનેક પ્રવાસન સ્થળો પર વિકાસ થઈ રહ્યો છે. સાથે સાથે ગુજરાતના પ્રાકૃતિક સ્થળો પણ આહલાદક છે. જેના કારણે ગુજરાત આજે ઓલ રાઉન્ડ ટૂરિઝમ ક્ષેત્ર બન્યું છે.

ફિલ્મ-પ્રવાસન ક્ષેત્રમાં ગુજરાત આજે નવી ઊંચાઈઓ આંબી રહ્યું છે – સીએમ ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત આજે ફિલ્મ જગત માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. આજે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની દિશામાં આગળ વધીએ.

આ પ્રસંગે પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા ટાઈગર શ્રોફ અને અભિનેત્રી તારા સુતરિયા ઉપરાંત ગુજરાતી ફિલ્મના નામાંકિત અભિનેતાઓ, અભિનેત્રીઓ, ગાયક કલાકારો તથા કલાજગત સાથે જોડાયેલા ખ્યાતનામ લોકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Other News : તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં શ્રી રણછોડરાયજી મહારાજનો ૧૯૨મો પાટોત્સવ ઉજવાયો

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ વધતા ઓનલાઇન ટિકિટની મર્યાદા હટાવાઇ…

Charotar Sandesh

રાજ્યમાં નકસલી પ્રવૃત્તિઓને લઈ તપાસનો ધમધમાટ શરૂ…

Charotar Sandesh

અમદાવાદ સીમ્સ હોસ્પીટલમાં કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની તબિયત હજી પણ નાદુરસ્ત…

Charotar Sandesh