ગાંધીનગર : રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, યુક્રેનને લઈને રશિયા અને અમેરિકા વચ્ચે આપત્તિજનક સંઘર્ષ ક્યારે શરૂ થશે તે કોઈને ખબર નથી. હાલ તો યુક્રેનમાં સામાન્ય સ્થિતિ છે, પરંતુ લોકોને લાગી રહ્યું છે કે યુદ્ધ થશે, પરંતુ હાલમાં સરકાર તરફથી કોઈ માહિતી આપવામાં આવી રહી નથી.
યુક્રેનની સાડા ચાર કરોડની વસતીમાં સાડા ત્રણ હજાર ગુજરાતી વિદ્યાર્થી છે, જેમાંના મોટા ભાગના મેડિકલના વિદ્યાર્થીઓ છે
હાલમાં યુદ્ધના ભય વચ્ચે સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીઓ ચાલી રહી છે. યુનિ.એ વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ પર ધ્યાન આપવા જણાવી રહ્યા છે.
જો યુદ્ધ થાય તો અમારા જેવા જે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને સૌથી મોટી મુશ્કેલી ઊભી થશે. અહીંના ૭૦ ટકા લોકો માને છે કે, યુક્રેને યુરોપિયન યુનિયન સાથે જોડાવવું જોઇએ.
યુક્રેનમાં ચાર મોટાં શહેરો છે, બાકીનો વિસ્તાર ગ્રામીણ જેવો છે. યુક્રેનમાં મોટાભાગની વસ્તુઓ ભારતની તમને મળશે. યુક્રેનમાં ભારતીયોની મોટી મોટી રેસ્ટોરાં છે. જ્યાં તમને તદ્દન ભારત જેવું જ જમવાનું મળશે. ભારતમાંથી અંદાજે ૭ હજારથી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં છે, જેમાંથી ૩ હજારથી વધુ ગુજરાતી છે.
ભારતમાં વધુ ખર્ચ અને મેડિકલમાં સીટ ન મળતા વિદ્યાર્થીઓ યુક્રેન અને રશિયામાં મેડિકલના અભ્યાસ માટે જાય છે. દર વર્ષે ગુજરાતમાંથી ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ મેડિકલના અભ્યાસ માટે યુક્રેન જાય છે.યુક્રેનના મેનેજમેન્ટે વિદ્યાર્થીઓને દેશ છોડવાનું કહી દેતા એરલાઇન્સે રૂ. ૩૫થી ૩૯ હજારનું ભાડું રૂ. ૧ લાખ કરી દીધું છે. અમે રાજ્ય સરકારને રજૂઆત કરી છે.
આ બાબતે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, યુક્રેનની સ્થિતિ જોઈને છેલ્લા ૨ મહિનાથી સરકાર કાર્યરત છે. ગુજરાતના વિદ્યાર્થીઓને હેમખેમ પરત લવાશે. રાજ્ય સરકાર આ બાબતે કેન્દ્ર સરકારને રજૂઆત કરીને યોગ્ય પગલાં ભરશે, વાલીઓએ ચિંતા કરવાની જરૂર નથી.
યુક્રેનમાં એમબીબીએસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ સોમવારે રાજ્ય સરકારને રજૂઆત કરી હતી.
Other News : યુક્રેનને લઈ વિશ્વની બે સૌથી મોટી શક્તિઓ યુદ્ધ માટે આમને-સામને : યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે